યુવતીના સંબંધીએ ધમકી આપતાં ઇસ્કોન મંદિર પાછળ રહેતા વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી
Rajkot,તા,10
શહેરના ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય-૭૯ માં રહેતા વિદ્યાર્થીના મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતે યુવતીના સગાએ યુવાન અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય 79 માં છઠ્ઠા માળે વિંગ બી બ્લોક નંબર 602 માં રહેતા ગૌતમભાઈ કિશોરભાઈ જાની (ઉ.વ 20) નામના વિદ્યાર્થીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુકેશ સોહલાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઈ મિલન (ઉ.વ 26) વર્ષ 2018 માં રાજકોટમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે રહેતી પાયલ જલાભાઈ સભાડ નામની યુવતી સાથે મિત્રતા થતા બંને રાજુખુશીથી જુનાગઢ કોર્ટમાં ગત તા. 6/12/2022 ના લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને પોતપોતાના ઘરે પરત કર્યા હતા. યુવાનનો મોટો ભાઈ અને તેના ભાભી જે સમયે ઘરેથી ભાગી ગયા હતા તે દરમિયાન ગત તા. 12/1/2025 ના પાયલના સગા મુકેશ સોહલાએ વાતચીત કરવા અર્થે સાધુવાસવાણી રોડ પર માધવ મેડિકલ સ્ટોર પાસે બોલાવતા ફરિયાદી તેના માતા, મામા કમલેશભાઈ ભટ્ટ, કાકા પ્રવીણભાઈ જાની સહિતના ત્યાં ગયા હતા. તે સમયે મૂકેશે ફરિયાદીના માતાને પાયલ વિશે પૂછી જો પાયલ ઘરે નહીં આવે તો ફરિયાદી તથા તેના માતાને મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. જેનાથી ડરી દઈ જે તે સમયે ફરિયાદ કરી ન હતી. બાદમાં યુવાન તેના ભાઈ સાથે અહીં પોલીસ સ્ટેશન આવી હવે આ ફરિયાદ નોંધાવી છે.