Morbi,તા.12
ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક માલવાહક કેરી વાહન પલટી મારી ગયું હતું જે વાહનમાં ૨૦ થી વધુ મહિલાઓ સહિતના સવાર મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને વધુ ઈજાગ્રસ્ત ૩ વ્યક્તિને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે વાંકાનેર કેટરર્સના કામ માટે માલવાહક કેરી વાહનમાં ૨૦ જેટલી મહિલાઓ જતી હતી ત્યારે ટંકારાના વીરપર ગામ નજીક પહોંચતા વાહનચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા વાહન પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં વાહનમાં સવાર ૨૦ થી વધુ લોકો પડી જતા ૧૫ જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ૦૩ લોકોને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યા છે વાહન ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે