Rajkot,તા.12
શહેર પોલીસ કમિશનરે ‘ ઠગ’ સામે પાસા નું શસ્ત્ર ઉગામી જામનગરના બિલાલશા શાહમદારને ભાવનગર ની જેલમાં ધકેલવા હુકમ કરતા ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચોરી, લૂંટ, મારામારી અને આર્થિક ગુનાઓ અટકાવવા માટે સંડોવાયેલા શખ્સનો ગુનાખોરી નો ઇતિહાસ ચેક કરી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલા આદેશને પગલે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા જામનગર શહેરના હર્ષદ મિલની ચાલી નજીક રહેતો બિલાલશાહ હસનશાહ મદાર નામના શખ્સનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા તેની સામે શહેરના ટ્રાવેલ્સ સંચાલકો સહિતના પાસે સેલ્ફ ડ્રાઇવિંગમાં કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખ્યાની બી ડિવિઝન ,ભક્તિનગર, તાલુકા પોલીસ મથકના ચોપડે મળી 5 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો તેની સામે પીસીબી દ્વારા કરાયેલી પાસાની દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ મંજૂરી ની મહોર મારતા છે.જે વોરંટની ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે બિલાલશા શાહમદાર ની અટકાયત કરી ભાવનગર જેલમાં ધકેલવામાં આવ્યો છે.ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા , કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા , પી.સી.બી. એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાલ અને હેડ કોન્સ ઇન્દ્રજીતસિંહ સીસોદીયા દ્રારા કામગીરી કરવામાં આવી છે.