New Delhi, તા.12
સ્ટાર ખેલાડી રોહિત શર્મા બાદ Virat Kohliએ પણ ટેસ્ટ-ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની સીઝન પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ખેલાડી રોહિત શર્મા બાદ Virat Kohliએ પણ ટેસ્ટ-ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર 36 વર્ષના Virat Kohliએ ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી દીપી છે કે તે ટેસ્ટ-ક્રિકેટ છોડી રહ્યો છે. BCCI એ જૂન મહિનામાં ઇંગ્લેન્ડની મહત્ત્વપૂર્ણ ટેસ્ટ-ટૂર હોવાથી તેને પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. BCCI એ હજી સુધી તેની રજૂઆતનો આપ્યો નથી. ભારતીય ક્રિકેટનાં કેટલાંક દિગ્ગજો Virat Kohliને આ વિશે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન Virat Kohliએ 2013માં નિવેદન આપ્યું હતું કે, ’મારો એક ધ્યેય છે કે હું ટેસ્ટ-ક્રિકેટમાં 10,000 રન ફટકારું, જે હું પ્રાપ્ત કરવા માગું છું.
Virat Kohli 123 ટેસ્ટમાં 30 સેન્યુરી અને 31 ડિફટીની મદદથી 92 30 રન ફટકારી ચૂક્યો છે અને પોતાના 10,000 રનના માઇલસ્ટોનથી ફક્ત 770 રન દૂર છે.
અંબાતી રાયુડુએ ટેસ્ટ-ક્રિકેટ ન છોડવા Virat Kohliને અપીલ કરી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલના IPL કોમેન્ટેટર અંબાતી રાયુડુએ સોડયલ મીડિયા પર Virat Kohliના રિટાયરમેન્ટના સમાચાર બાદ એક ટ્વીટ કરી હતી. 39 વર્ષના રાયુડુએ લખ્યું હતું કે Virat Kohli, કૃપા કરીને નિવૃત્તિ ન લો.
ભારતીય ટીમને તમારી અગાઉ કરતાં હાલ વધુ જરૂર છે. તમારામાં હજી પણ ઘણું (ક્રિકેટ) બાકી છે. તમારા વિના ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ-ક્રિકેટ પહેલાં જેવું નહીં રહે. કૃપા કરીને પુનર્નાર્વચાર કરો.’
ફરી કેપ્ટન્સી ન મળતાં રિટાયરમેન્ટનો નિર્ણય લીધો
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન Virat Kohliએ ટેસ્ટ-ક્રિકેટમાં ફરી કેપ્ટન્સી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ ભારતીય ક્રિકેટ બોર્ડે આ વિનંતી ન સ્વીકારતાં તેવો ટેસ્ટ-ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલ અનુસાર Rohit Sharmaના આ ફોર્મેટમાંથી બહાર થયા બાદ ખાલી પડેલા પદ પર નવો કેપ્ટન તૈયાર થાય એ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિયની નવી સીઝનની શરૂઆતમાં Virat Kohli અસ્થાયી કેપ્ટન બનવા માગતો હતો.
અહેવાલ અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીર અને ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ અસ્થાયી સમાધાનની ઇચ્છા રાખતા નથી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈન્જરીને કારણે આ ફોર્મેટમાં ફુલ ટાઈમ નેતૃત્વ સંભાળી શકે એમ ન હોવાથી શુભમન ગિલ (કેપ્ટન) અને રિષાભ પંત (વાઈસ-કેપ્ટન)ને ભારતીય ટેસ્ટ-ટીમનું નેતૃત્વ મળશે એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટેસ્ટ-કિકેટને Virat Kohliની જરૂર છે: લારા
વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ પ્રતિભાશાળી ક્રિકેટર બ્રાયન લારાએ ગઈ કાલે Virat Kohli માટે સ્પેશ્યલ પોસ્ટ કરી હતી. Virat Kohli સાથેનો IPL દરમ્યાનનો જૂનો ફોટો શેર કરીને તેણે લખ્યું કે ટેસ્ટ-ક્રિકેટને Virat Kohliની જરૂર છે. તેને મનાવવામાં આવશે. તે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. તેની બાકીની ટેસ્ટ-કરીઅર દરમ્યાન 60થી વધુ બેટિંગ-એવરેજ રાખશે.’
46.85ની એવરેજ અને 55.58ના સ્ટ્રાઈક-રેટથી ટેસ્ટ-ક્રિકેટમાં રન કરનાર Virat Kohli આ ફોર્મેટ હમણાં નહીં છોડશે એવી આશા 56 વર્ષના લાયન લારાએ વ્યક્ત કરી હતી.
Rohit Sharma અને Virat Kohliની જોડી એક રનથી મહારેકોર્ડ ચૂકી ગઈ
રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાં તે Virat Kohli સાથે એક મોટો રેકોર્ડ બનાવતા ચૂકી ગયો છે. તેઓ એક રનથી ત્રણેય ફોર્મેટમાં 1000 કે એથી વધુ રનની પાર્ટનરશિપ કરનાર પહેલી જોડી બનતા રહી ગયા છે. બન્નેએ વન-ડેમાં 99 ઈનિંગ્સમાં 5315 રન T20માં 42 ઈનિંગ્સમાં 1350 રન અને ટેસ્ટમાં 26 ઇનિગ્સમાં 999 રનની ભાગીદારી કરી હતી.
જો Virat Kohli ટેસ્ટમાંથી નિવૃત્તિનો નિર્ણય ટાળશે તો તે કે. એલ. રાહુલ સાથે આ રેકોર્ડ બનાવી શકે છે. તેમની વચ્ચે વન-ડેમાં 30 ઇનિંગ્સમાં 1491 રન. T20માં 27 ઇનિગ્સમાં 1015 રન અને ટેસ્ટમાં 20 ઈનિગ્સમા 881 રનની પાર્ટનરશિપ થઈ છે.