Mumbai,તા.12
મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL મેચ રમવા મુંબઈ આવેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. ગુજરાત ટાઈટન્સના વિકેટકીપર-બેટર જોસ બટલરે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે.
જેમાં તે મુંબઈની શેરીઓમાં ત્યાંના નાના બાળકો સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. લાકડી વડે ક્રિકેટ રમતો બટલર જ્યારે બોલ રમી ન શક્યો ત્યારે બાળકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.