Washington,તા.12
અમેરિકા અને ચીન એ બાબત પર સહમત થયા છે કે, તેઓ 90 દિવસના પ્રારંભીક સમયગાળા માટે પોતાના અગાઉથી જાહેર પારસ્પરિક ચાર્જ અને જવાબી ચાર્જ પરત ખેંચશે. આ દરમિયાન ચીન અમેરિકી વસ્તુઓ પર 10 ટકા ચાર્જ લગાવશે અને અમેરિકા ચીની વસ્તુઓ પર લગભગ 30 ટકા કર લગાવશે.
સોમવારે એક સંયુક્ત નિવેદન મુજબ વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે તેમના દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપાર સંબંધોમાં ઓળખ્યા હતા. બન્ને દેશોએ પોતાની હાલની ચર્ચાઓ પર વિચાર કર્યો અને માન્યું હતું કે નિરંતર ચર્ચાઓમાં તેમના આર્થિક અને વ્યાપાર સંબંધોમાં પ્રત્યેક પક્ષની ચિંતાઓને દુર કરવાની ક્ષમતા છે. આગળ વધતા બન્ને દેશ આર્થિક અને વ્યાપાર સંબંધોના બારામાં ચાલુ રાખવા માટે એક તંત્ર સ્થાપિત કરશે.
આ ચર્ચાઓ માટે ચીની પક્ષના પ્રતિનિધિ સ્ટેટ કાઉન્સીલના વાઈસ પ્રીમીયર હે લિફેંગ હેશ અને અમેરિકી પક્ષના પ્રતિનિધિ ટ્રેઝરીના સચીવ સ્કોટ બેસેન્ટ અને યુનાઈટેડ સ્ટેટસ ટ્રેડ રિપ્રીઝન્ટેટી જેમીસન ગ્રીર હશે.
બન્ને દેશો તરફથી એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ ચર્ચાઓ ચીન અને અમેરિકામાં વારંવાર આયોજીત કરવામાં આવી શકે છે કે પાર્ટીઓની સહમતીથી કોઈ ત્રીજા દેશમાં કરાઈ શકે છે. જરૂરિયાત મુજબ બન્ને પક્ષો પ્રાસંગીક આર્થિક અને વ્યાપાર મુદ્દા પર કાર્યસ્તરીય પરામર્શ કરી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવા ડઝનબંધ દેશો પર પારસ્પરિક ચાર્જ લગાવ્યા હતા, જેમની સાથે અમેરિકાની વેપારની ખાધ બાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનેક દેશો દ્વારા વ્યાપાર સમજુતી માટે અમેરિકી પ્રશાસન સાથે વાતચીત શરૂ કર્યા બાદ 90 દિવસ માટે ચાર્જ રોકવાનો નિર્ણય કરાયો હતો.
9 એપ્રિલથી શરૂ થનાર આ 90 દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ બધા દેશો પર 10 ટકા બેઝલાઈન ચાર્જ લગાવે છે. ચીન માટે ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ચાર્જ 245 ટકા સુધી વધી શકે છે. અમેરિકા માટે ચીની ચાર્જ 125 ટકા હતો.
પોતાના બીજા કાર્યકાળ માટે પદભાર સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ પારસ્પરિકતા પર પોતાનું વલણ દોહરાવ્યું છે, તેના પર જોર દેતા સંયુક્ત રાજય અમેરિકા નિષ્પક્ષ વ્યાપાર નિશ્ર્ચિત કરવા માટે ભારત સહિત અન્ય દેશો દ્વારા લગાવવામાં આવેલા ચાર્જની મેળવણી કરશે.

