ગાયકના અકસ્માત બાદથી, તેમની ટીમ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ્સ શેર કરી રહી છે
Mumbai, તા.૧૨
ઈન્ડિયન આઈડલ ૧૨ ના વિજેતા પવનદીપ રાજનનો તાજેતરમાં એક ભયંકર કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને અનેક ફ્રેક્ચર અને ઈજાઓ થઈ હતી. હાલમાં પવનદીપ હોસ્પિટલમાં દાખલ છે અને તેની ઘણી સર્જરીઓ થઈ છે. અને ચાહકો ગાયકના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરમિયાન, પવનદીપની ટીમે ગાયકના સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યું છે.ટીમે તેમના નિવેદનમાં લખ્યું, પવનની ગઈકાલે વધુ ૩ સર્જરી કરવામાં આવી હતી. તેમને વહેલી સવારે ઓટીમાં લઈ જવામાં આવ્યા હતા અને ૮ કલાકની લાંબી સારવાર પછી, તેમના બાકીના બધા ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે, તેઓ હજુ પણ આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ છે અને થોડા વધુ દિવસો ત્યાં રહેશે. જેમ ડૉક્ટરે કહ્યું, સારવાર અને સ્વસ્થ થવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે.ગાયકના અકસ્માત બાદથી, તેમની ટીમ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ્સ શેર કરી રહી છે.પવનદીપ એક પર્ફોર્મન્સ માટે અમદાવાદ જવા માટે દિલ્હી જઈ રહ્યો હતો, તે દરમિયાન તેની કાર રસ્તા પર ઉભેલા કેન્ટર ટ્રક સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. તે જ સમયે, પવનદીપ સાથે કારમાં હાજર બે વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.