Morbi,તા.12
મેસરિયા ગામ નજીક ગત માસે બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા પહોંચી હતી જેથી વાંકાનેર સારવાર આપી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર બાદ ઘરે આવ્યા બાદ યુવાનનું મોત થયું હતું
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના રહેવાસી લાલજીભાઈ ગોવિંદભાઈ સાકળીયા (ઉ.વ.૩૪) નામના યુવાન ગત તા. ૦૩ એપ્રિલના રોજ બાઈક લઈને જતો હતો ત્યારે મેસરિયા ગામ નજીક કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા પહોંચી હતી વાંકાનેર સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો અને ગત તા. ૧૦-૦૫-૨૫ ના રોજ ફરી દુખાવો થતા બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે