Junagadh,તા.૧૨
માણાવદરમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નદીનાં પટમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે. યુવકની બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢનાં જિલ્લાનાં માણાવદર નજીક આવેલ નદીનાં પટમાંથી એક યુવકની લાશ મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે માણાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકને કાન પાસે પાછળનાં ભાગે કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ છે.
માહિતી અનુસાર, મૃતક યુવક કોણ છે ? યુવકની હત્યા કરાઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે ? યુવકને ઇજા કેવી રીતે પહોંચી ? સહિતની પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. નદીનાં પટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, આ મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.