શરાબની ૯૬ બોટલ, વાહન અને મોબાઈલ મળી કુલ રૂ. ૪.૮૪ લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ
Rajkot,તા.13
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ભરતનગરમાં ત્રિશુલ કારખાનાની સામેથી સ્કોર્પિયોમાં વિદેશી દારૂની ૯૬ બોટલ અને મોબાઈલ મળી રૂ.૪.૮૪ લાખના મુદ્દામાલ સાથે નવા થોરાળાના બુટલેગરને થોરાળા પોલીસે ઝડપી લીધો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ થોરાળા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, ભારતનગરમાં આવેલા ત્રીશુલ કારખાનાની સામે જીજે-03- એફડી-2775 નંબરની સ્કોર્પિયો કારમાં વિદેશ દારૂના જથ્થા સાથે શખ્સ બેઠો છે.
થોરાળા પોલીસની ટીમે બાતમીના આધારે ભારતનગરમાં પહોંચી બાતમી વાળા સ્કોર્પિયોમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ, વાહન અને મોબાઈલ મળી રૂ.૪.૮૪ લાખના મુદ્દામાલ સાથે નવા થોરાળા સ્થિત આરાધના સોસાયટી શેરી નંબર-૨માં રહેતો અરબાઝ રફિકભાઈ રાઉમા નામના બુટલેગરને ઝડપી લઇ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો સહીતની પૂછપરછ હાથ ધરી છે.
આ દરોડાની કામગીરી પીએસઆઇ એન.આર ડોબરીયા, હેડ કોન્સ્ટેબ ઇલેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ સંજયભાઈ માંડાણી, નિલેશભાઈ જમાડ અને દિનેશભાઈ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.