છ મહિના પહેલા ચોરી કરી ફરાર થનાર શખ્સને ગોમટા ચોકડી પાસેથી પકડાયો
Rajkot,તા.13
રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહએ ફરારી આરોપીઓને પકડી લેવા આદેશો કરતા એલસીબીએ અમરેલીના વડીયામાં છ મહિના પહેલા ચોરી કરી ભાગેલા આરોપીને ગોમટા ચોકડી પાસેથી દબોચી લીધો હતો.
રાજકોટ એલસીબીના પેટ્રોલીંગ દરમિયાન એલસીબી ટીમે અમરેલીના વડીયા પોલીસ સ્ટેશનની હદમાં છ મહિના પહેલા નોંધાયેલા ચોરીના ગુનાનો ફરારી આરોપી હરેશ વલકુલીયા દેવીપુજક વાસાવડ વાળાને ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં રાજકોટ એલસીબી ગ્રામ્યના પીઆઇ વી વી ઓડેદરા, પીએસઆઇ એચ સી ગોહિલ અને ટીમે જહેમત ઉઠાવી હતી.