Rajkot,તા.13
પડધરીના મોવિયા ગામના રહેણાંક મકાનમાંથી શરાબની 15 બોટલ સાથે ભરત પરમાર ઝડપાયો છે જ્યારે જાવિદ મકરાણી નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.
પડધરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , મોવિયા ગામે રહેતો ભરત પીઠાભાઈ પરમાર નામના શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમીના પગલે પડધરી પોલીસની ટીમ મોવિયા ગામે પહોંચી મકાનની તલાસી લેતાં વિદેશી દારૂની ૧૫ બોટલ મળી આવતા પોલીસે વિદેશ દારૂ સાથે ભરત પરમારને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા શખ્સની દારૂ અંગે પૂછપરછ કરતા તેની સાથે પડધરીમાં રહેતો જાવિદ હનીફભાઇ મકરાણી નામના શખ્સની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે જાવિદની શોધખોળ હાથ ધરી છે.