બપોરે ખેતીકામ પૂર્ણ કરી ઓસરીમાં સુતા હતા ત્યારે કાળોતરો કરડી ગયો
Chotila,તા.13
ચોટીલાના ભીમગઢ ગામે બપોરે ખેતરમાં કામ કરી ઓસરીમાં સુતેલ મહિલાને સાપ કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત એવી છે કે, ભીમગઢ ગામની સીમમાં ખેતરે કામ કરીને બપોરે ઓસરીમાં સુતી વખતે ગૌરીબેન મનસુખભાઈ ધરજીયા(ઉ.વ.૫૦)ને સાપ કરડી જતા પ્રથમ ગીરીરાજ હોસ્પિટલ કુવાડવામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ગૌરીબેનની તબિયત વધુ નાજુક જણાતા રાજકોટ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાડી માલિક ગૌરીબેનના અવસાનથી બે દીકરી અને એક દીકરાએ માતાનું છત્ર ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.