New Delhi,તા.13
‘વો રેકોર્ડ દેખેંગે, મૈ આંસુ યાદ રખુંગી… વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ પર પત્ની અનુષ્કા શર્મા એ કરેલી ભાવુક પોષ્ટ સૌને સ્પર્શી ગઈ. ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવનાર વિરાટ કોહલીએ વ્હાઈટ ડ્રેસ- રેડબોલ ક્રિકેટને અલવીદા કરી છે.
હજુ જો કે તે બે-ત્રણ સીઝન કે કદાચ તેથી વધુ એકાદ સીઝન વન-ડે અને આઈપીએલમાં રમતો જોવા મળશે તેની સાથે હવે માર્કેટમાં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુના પ્રશ્નો પુછાવા લાગ્યા છે. આ ક્રિકેટર આગામી સમયમાં વિદેશ અને ખાસ કરીને લંડનમાં સ્થાયી થશે પણ એક કહેવત છે કે હીરો કદી ભુલાતા નથી અને કોહલી પણ યાદ રહેશે.
હજું આઈપીએલની આખરી સીઝન બાકી છે અને આ સીઝનમાં વિરાટ કોહલીએ તેનું ફોર્મ બતાવ્યુ છે અને તેની ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે 18 વર્ષમાં પ્રથમ ટાઈટલની સૌથી નજીકની તક મળી છે. તે જો ઝડપી લેવાશે તો કોહલીની બ્રાન્ડ વેલ્યુ વધી જશે. ભારતીય ક્રિકેટ કે એથલેટ જગતમાં વિરાટ જેવું ક્રિકેટ સ્કીલ અને માર્કેટીંગ-મોડલીંગનું કોમ્બીનેશન ભાગ્યેજ મળ્યુ છે.
સચીન તેંડુલકર કે મહેન્દ્રસિંહ ધોની બન્નેની ઈમેજ અલગ છે. પણ વિરાટમાં સ્કીલ-ટાઈમીંગ-વ્યક્તિત્વ અને નેરેટીવ સર્જવાની જે ખુબી છે તે તેની બ્રાન્ડ વેલ્યુ વધારે છે. ક્રિકેટમાં તો અનેક ખેલાડીઓ પોતાની રમત પ્રત્યેની શ્રેષ્ઠતા દેખાડી ચૂકયા છે પણ બ્રાન્ડ તરીકે બહુ ઓછા સફળ થયા છે અને આવી ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય એ બ્રાન્ડ કોહલી પર હાલ કોઈ અસર કરશે નહી.
તેણે જે ભાવુક પોષ્ટ લખીને વિદાય લીધી તેથી હાલ તેના પ્રત્યે ચાહકોની એક નવી લેયર સર્જાઈ છે. કોહલી તેની બ્રાન્ડ પ્રત્યે વફાર રહ્યો છે અને બ્રાન્ડ એ પણ કોહલીની સાથે નાતો જાળવી રાખ્યો છે તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ નાઈકી છે. જેણે 17 વર્ષની વયે કોહલીને એન્ડરોલ કર્યો અને આજે પણ બન્ને સાથે જોડાયેલા છે પણ કોહલી હવે તેની બ્રાન્ડ ઈમેજને વધુ શાર્પ બનાવશે.
જેમ સચીન તેંડુલકર નિવૃતિના વર્ષો બાદ પણ આજે ટોપ બ્રાન્ડ છે. વિરાટ દેશથી દુર રહીને પણ તે જાળવી રાખવા આતુર છે પણ દુનિયાના આ સૌથી મોંઘા ક્રિકેટર હવે આમ બ્રાન્ડ મેન બનવા માંગતો નથી અને તેથી તેણે અનેક બ્રાન્ડને જણાવી દીધુ છે કે તેમના કોન્ટ્રાકટ હવે રિન્યુ થશે નહી. કોહલી હવે રૂા.1-10 કરોડની પ્રતિ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે.
જેમાં તે વધારો કરવો. જેમ બોલીવુડ કપલ રણવીરસિંઘ-દિપીકા પાદુકોણે એ પોતાની અલગ અને સંયુક્ત બન્ને બ્રાન્ડ બનાવી છે. તે કોહલી-અનુષ્કા બનાવી શકે છે. વાસ્તવમાં સચીન-ધોની-કોહલી-રોહીતજેવી સફળતા હાલ કોઈ મેળવી શકે તો તે શુભમન ગીલ છે પણ તેની પર્સનાલીટી કોહલી જેવી નથી અને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પણ તે આ હરોળમાં આવી શકે તેમથી તેની કોહલીની આસપાસ હાલ કોઈ હરીફ નથી.
તેની પાસે ઓડી, મૈંત્રી, માન્યવર એમ.આર.એફ., હર્બલાઈન, વિવો, હિરો મોટો કોર્પ, નાઈકી સહિતની 10 ટોચની બ્રાન્ડ છે તેથી કુલ બ્રાન્ડ વેલ્યુ રૂા.1900 કરોડની છે. તેના 67.8 મીલીયન ફોલોઅર્સ માઈક્રો બ્લોગીગ પ્લેટફોર્સ એકસ પર અને ઈન્સ્ટાગ્રામ જે નવા જનરેશનનું સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે.
તેના 272 મીલીયન ફોલોઅર્સ છે તે પોતાની વનએઈટ સ્પોટસવેર બ્રાન્ડ ધરાવે છે તથા રેસ્ટોરા ચેઈન પણ છે તથા સ્પોર્ટસ સ્ટાર્ટઅપ એજીલીટાસમાં પણ તેનું રોકાણ છે તથા હવે તેણે પૂમા સાથે આઠ વર્ષની નવી ઈનિંગ્સ શરૂ કરી છે.
લોકો તારા રેકોર્ડ્સની વાત કરશે, પરંતુ હું એ આંસુઓને યાદ કરીશ જે તેં ક્યારેય કોઈને બતાવ્યા નહીં
વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં પત્ની અનુષ્કા શર્માએ લખી ઇમોશનલ પોસ્ટ
મુંબઈ: વિરાટ કોહલીએ 14 વર્ષ બાદ ટેસ્ટક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એ વિશે પત્ની અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપીને ઈમોશનલ નોટ લખી છે. વિરાટ પત્નીને પોતાની સૌથી મોટી સપોર્ટર માને છે ત્યારે અનુષ્કાએ ક્રિકેટના મેદાન પર બન્ને સાથેની એક તસવીર શેર કરીને લખ્યું છે, ‘લોકો રેકોર્ડ્સ અને માઇલસ્ટોનની વાત કરશે, પરંતુ હું એ આંસુઓને યાદ કરીશ જે તેં ક્યારેય બતાવ્યાં નહીં.
એ લડાઈઓ જે કોઈએ જોઈ નહીં અને આ રમત પ્રત્યે તારો અડગ પ્રેમ. હું જાણું છું કે દરેક ટેસ્ટ સિરીઝ બાદ તું થોડો વધુ સમજદાર, થોડો વધુ નમ્ર બનીને પાછો ફર્યો અને તારી આ સફરમાં તને વિકાસ પામતો જોવો મારા માટે સૌભાગ્યની વાત રહી.
મેં હંમેશાં એવું ઇમેજિન કર્યું હતું કે તું વાઈટ્સ પહેરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈશ પણ તેં હંમેશાં તારા દિલની વાત સાંભળી છે એથી હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે માય લવ, તું આ ગુડ-બાયની દરેક ક્ષણ ડિઝર્વ કરે છે.’
‘વિરાટ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો, બે મેચ રમવા માંગતો હતો’, કોહલીની નિવૃત્તિ પર દિલ્હીના કોચે કર્યો મોટો ખુલાસો
ન્યુ દિલ્હી : દિલ્હીના મુખ્ય કોચ સરનદીપ સિંહ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. તેમણે ખુલાસો કર્યો કે આ દિગ્ગજ બેટ્સમેન ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે રેડ બોલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી.
‘વિરાટની નિવૃત્તિની જાહેરાતથી મને આશ્ચર્ય થયું’
દિલ્હીના મુખ્ય કોચ સરનદીપે વિરાટના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે જ્યારે વિરાટ 12 વર્ષ પછી રણજી મેચ રમવા આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ-ચાર સદી ફટકારવા માંગે છે. સરનદીપે જિયો હોટસ્ટાર પર કહ્યું, ‘કોહલીની નિવૃત્તિની જાહેરાત સાંભળીને મને આશ્ચર્ય થયું.’ રણજી મેચ પહેલા મેં તેની સાથે વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે તે રમવા માંગે છે અને મને વિકેટ વિશે પણ કહ્યું હતું. તેણે ઘણી ભાગીદારી બતાવી, મેં આવુ કોઈ મોટા ખેલાડી પાસેથી જોયું નથી જે લાંબા સમય સુધી ટેસ્ટ રમ્યા પછી રણજી રમવા આવે છે. તે સવારે 9:15 વાગ્યાને બદલે સવારે 8:00 વાગ્યે પ્રેક્ટિસ માટે મેદાન પર આવતો અને તે જીમ પણ કરતો.
‘તે ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો’
આ દરમિયાન, સરનદીપે જણાવ્યું કે વિરાટે ઇંગ્લેન્ડમાં 2018 ના તેના શાનદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રવાસ પર વિરાટે બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 593 રન બનાવ્યા. સરનદીપે આગળ કહ્યું, ‘તે ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો.’
તેણે મને કહ્યું કે તે ઇંગ્લેન્ડમાં 2018 ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપણે તેની તૈયારીમાં તે જોઈ શકીએ છીએ. અમને એવું કંઈ જોવા મળ્યું નથી જે દર્શાવે કે તે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે. હવે, બધાને આશ્ચર્ય થાય છે. આનું કારણ વિરાટ પોતે જાણતો હશે.
શું કોહલી ઇન્ડિયા એ માટે બે મેચ રમવા માંગતો હતો?
દિલ્હી ટીમના મુખ્ય કોચ સરનદીપે દાવો કર્યો હતો કે વિરાટ ઇન્ડિયા એ માટે બે મેચ રમવાનું આયોજન કરી રહ્યો હતો. આ પછી તે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ રમશે. તેમણે આગળ કહ્યું, ‘અમે થોડા દિવસો પહેલા વાત કરી હતી અને મને એવું કંઈ દેખાયું નહીં જે તેની નિવૃત્તિ યોજનાઓનો સંકેત આપે.’ તે આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે.
મેં તેને પૂછ્યું કે શું તે તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમશે અને તેણે મને કહ્યું કે તે બે ઇન્ડિયા એ મેચ રમશે અને પછી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની તૈયારી કરશે. આ ખરેખર અદ્ભુત છે. તે રણજી દરમિયાન વાત કરી રહ્યો હતો કે હું ઇંગ્લેન્ડમાં 3-4 સદી ફટકારવા માંગુ છું.
મુંબઈથી દિલ્હીની સફર દરમ્યાન કોહલીએ ટેસ્ટ-રિટાયરમેન્ટની પોસ્ટ મૂકી હતી
ભારતના ધામ વિધાર પોતાની 14 વર્ષની ટેસ્ટ-ક્રિકેટજર્નીના અંતની જાહેરાત કરી ત્યારે તે મુંબઈથી દિલ્હી જવા માટે ટ્રાવેલ કરી રહ્યો હતો. વિરાટે ગઈ કાલે પોતાની ટેસ્ટ-ક્રિકેટ રિટાયરમેન્ટની જાહેરાત કરી એના થોડા સમય પહેલાં બપોરે 11થી 11.30 વાગ્યા દરમ્યાન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો. તેઓ પછીથી કોહલીના હોમ ટાઉન દિલ્હીના ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.