નિવૃત પોલીસ કર્મચારી દવારા કરવામાં આવેલી ચેક પરતની ફરિયાદમા અદાલતનો સીમાચિન્હરૂપ ચુકાદો
Jamnagar,તા.14
જામનગર માં નિવૃત પોલીસ કર્મચારી એ કરેલ ચેક પરત ફરવા અંગે ની ફરિયાદમા નાણા ધીરદાર પેઢીની જગ્યાએ પર્સનલ બેંક ખાતામાંથી વ્યાજે રૂપિયા આપતા ચેક રિટર્નની ફરિયાદ અદાલતે કાઢી નાખી અદાલતે સીમાચિન્હરૂપ ચુકાદો આપતા વ્યાજખોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ
જામનગર ના નિવૃત પોલીસ કર્મચારી હાલુભા નાથુભા ઝાલા એ નિવૃતી પછી શ્રી શક્તિ કૃપા એન્ટરપ્રાઈઝ ના નામથી નાણા ધીરધાર માટે.નું લાયસન્મેસ મેળવી પેઢી ચલાવતા હતા. તેમની પેઢી માથી અમૃતલાલ ઉર્ફે ચીનભાઈ નાનજીભાઈ મારૂ એ રૂ. ૫,૫૦,૦૦૦ નું ધિરાણ મેળવ્યું હતું.જેની પરત ચુકવણી માટે અમૃતલાલ દવારા ચેક આપવામાં આવ્યો હતો.જે ચેક પરત ફરતા હાલુભા એ જામનગર ની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમા ફરિયાદી પોલીસ કર્મચારી હાલુભા ની ઉલટ તપાસ કરવામાં આવી હતી.અને દલીલ કરવા માં આવી હતી કરીયાદી દવારા પેઢી ના ખાતા ને બદલે પર્સનલ બેંક ખાતા માંથી ૯૫૦૦૦ આપવામાં આવ્યા હતા.જેમ પહેલા જ પાંચ ટકા વ્યાજ કાપી લેવાયું હતું. આપેલા અને તે મુજબની અદાલતના રેકર્ડ ઉપર સત્ય હકીકતો લાવી એ કરીયાદી દવારા કોરા ચેક મા પોતાના હસ્તાક્ષરમાં રકમ મોટી ભરેલ છે તેવો દલીલ કરી આરોપી એ ચેક મુજબની ૨કમ રૂા.૫,૫૦,૦૦૦ દેવાની થતી નથી. તેવી રજુઆતો ધ્યાને લઈ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. આર બી ગોસાઈ દવારા આરોપી અમૃતલાલ ઉર્ફે ચીનાભાઈ નાનજીભાઈ મારુ ને નિર્દોષ.છોડી છોડી મુકવાનો હુકમ કરેલ છે.