Rajkot,તા.14
શહેરના માલવીયા નગર પોલીસ મથક ની હદમાં આવેલ ઉમાકાંત પંડિત ઉદ્યોગ નગર શેરી નંબર ૫ માં રહેતા અને કારખાનામાં કામ કરતા યુવાનનું ઘરમાં સીડી પરથી પડી જતા બેભાન અવસ્થામાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉમા કાન્ત પંડિત ઉદ્યોગ નગર શેરી નંબર ૫ માં રહેતા અને કારખાનામાં કામ કરતા અજયભાઈ કીધું રામ ટપો ૩૦, તા,૭/૫ ના રોજ રાત્રિના એક વાગે પોતાના ઘરમાં જ અકસ્માતે સીડી પરથી પડી જતા બેભાન અવસ્થામાં પ્રથમ સિનર્જી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સિવિલમાં ઇમર્જન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ૧૨/૫ ના રોજ બપોરે ૧૩/૪૦ કલાકે મૂર્ત જાહેર કરવામાં આવ્યો હતો આ અંગે માલવયા નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એવી ચાવડાએ તપાસ હાથ ધરી છે