આઠ સ્થળોએ દરોડા પાડી દેશી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત 10 ની ધરપકડ
Rajkot,તા.15
શહેરમાં આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં પીસીબી શાખાએ ડેરા તંબુ તાણી આઠ સ્થળોએ નરોડા પાળી દેશી અને વિદેશી દારૂના જથ્થો ઝડપી લઇ બે મહિલા સહિત 10 શખ્સોની ધરપકડ કરી રૂપિયા 15,400 નો નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને દામી દેવા અને સ્લમ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતા દેશી દારૂના હાટડાઓ તૂટી પડવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્સ્પેક્ટર એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડયા હતા. ભાવનગર રોડ માંડા ડુંગર ભીમરાવ નગર રહેતા રામદેવ ભરત ચૌહાણ અને મુક્તાબેન જયંતીભાઈ પરમારની મકાનમાં દરોડો પાડી રૂપિયા 3000 ની કિંમત નો 15 લીટર દેશી દારૂ કબજે કર્યો છે. જ્યારે ખોખરદળ ગામે રહેતા મનસુખ ગોવિંદ પરમાર ની 10 લીટર દેશી દારૂ સાથે બિન દયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ખોડલ કારખાનાની ઓરડીમાં રહેતો ગૌતમ ઉર્ફે મારાજ અરવિંદ દુધરેજીયા ની ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે. કોઠારીયા સોલવન વિસ્તારમાં સાગર કારખાનાની પાછળ વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝ એરીયા ચુપળામાં રહેતા રાજુ દડુ સાડમીયા ની 3000 ની કિંમતની 15 લિટર દેશી દારૂ સાથે ધરપકડ કરી છે. હુડકો ચોકડી પાસે મફતીયા પરા શક્તિ હોટલની બાજુમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી મુકેશ નરસિંહ દાણીધારીયા અને મંજુબેન ખોડાભાઈ સોલંકી ની 1400 ની કિંમતની 7 લિટર દારૂ સાથે ધરપકડ કરી કોઠારીયા ગામ ગુલાબ નગર શેરી નંબર 5 માં દરોડો પાડી હિતેશ ઝાલા ની ચાર લીટર સાથે માંદા ડુંગર માં ઇમરાન સલીમ ભટીની 10 લીટર દારૂ સાથે અને વેલનાથ પરા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ ની સામે દરોડો પાડી ₹2,000 ની કિંમતની 10 લીટર દેશી દારૂ સાથે ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.