શરાબની ૧૦૨૭ બોટલ, બે કાર અને બાઈક મળી રૂ.૨૪ લાખનો મુદ્દામાલ કબજે: પાંચ શખ્સોની ધરપકડ
Rajkot,તા.15
શહેરની ભાગોળે કુવાડવા ગામથી રાજકોટ આવતા રોડ પર ચાંદની હોટલની સામે, રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા ચોકડી નજીક અને લોધાવડ ચોક નજીક પોલીસે વિદેશી દારૂના દરોડા પાડી, શરાબની ૧.૦૨૭ બોટલ, બે કાર અને બાઈક મળી, રૂ.૨૪ લાખના મુદ્દામાલ સાથે શહેર પોલીસે પાંચ બુટલેગરને ઝડપી લીધા છે.શહેરમાં દારૂ અને જુગાર સહિતની બદી નાબૂદ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાના પગલે નાયબ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ક્રાઈમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને ક્રાઈમ એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવની ટીમ સક્રિય બની બુટલેગર પર ધોંસ બોલાવી છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એમ કે મોવાલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કુવાડવાગામ થી રાજકોટ આવતા રોડ પર સેકન્ડ રીંગરોડ ભાવનગર રોડ પર આવેલી ચોકડી નજીક ચાંદની હોટલ ની સામે GJ 14 BA 4747 નંબરની ક્રેટા કારમા વિદેશી દારૂ સાથે શખ્સ બેઠો છે.જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક બાતમી મળેલા સ્થળે પહોંચી કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૭૭૫ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ, કાર અને ત્રણ મોબાઇલ મળી, રૂ.૧૩.૨૧ લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનનો અમરત પુનમાંરામ મેઘવાળ અને જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ ની પાછળ ૨૫ વારીયા ક્વાર્ટર માં રહેતો. કારા ઉર્ફે કાનો હીરાભાઈ ટોલિયા નામના શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે એલસીબી ઝોન 2ની ટીમ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડીયા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે Gj 36 B 3636 નંબરની ફોર્ચ્યુન કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી એલસીબી ઝોન 2 ની ટીમ વોચ ગોઠવી હતી ત્યારે કારને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ મળી આવી હતી. પોલીસે શરાબ અને કાર મળી, રૂ. ૧૦.૨૭ લાખના મુદ્દામાલ સાથે સુરતના કામરેજ ગામમાં નીલકંઠ રેસીડેન્સીમાં રહેતો અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ દીક્ષિત મનસુખભાઈ સતાસીયા નામના શખ્સને ઝડપી લીધો છે. ઝડપાયેલો શખ્સ અહીંયા કોને દારૂ આપવા આવ્યો હતો વગેરેને પૂછપરછ હાથ ધરી છે ત્રીજો દરોડો ભક્તિનગર પોલીસે લોધાવાડ ચોક નજીક એમ ડી પાનવાળી શેરીમાંથી ઍક્સેસ સ્કૂટરમાં વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે, ગંજીવાડા મેઈન રોડ પર આવેલા પીટીસી ગ્રાઉન્ડની સામે શેરી નંબર ૨૬માં રહેતો હિપાલ ઉર્ફે લાખો દેવજીભાઈ ગોહેલ અને નવા થોરાળા નગર અવધ પાર્ક શેરી નંબર ૪ માં રહેતો ઋત્વિક વિનોદભાઈ મકવાણા નામના શખ્સોને ઝડપી લીધા છે.