Rajkot,તા.17
તત્કાલીન કોર્ટ કમિશનરે 14,864 વીઘા જમીન ગણી અને ફેર માપણીમા 2900 વીઘા જમીન હોવાનું બહાર આવ્યું હતું સરકારી વકીલો કમલેશ ડોડીયા અને એસ. કે. વોરાની રજુઆત
૧૦પ વર્ષ પહેલાના જમીન જામીનગીરી ઉપર લોન પ્રકરણમાં ૧૯૬૨ના સરકાર પાસે રૂપિયા ૩ કરોડનુ વળતર વસૂલવાના દાવા ઉપરની ૨૦૦૯ની અપીલમાં જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. સિંઘે આખરી ચુકાદામાં રૂપિયા ૮૯ લાખનું વળતર મંજુર કરતા, રાજકોટના સરકારી વકીલોએ ગુજરાત સરકારને મોટો આર્થિક લાભ કરાવી આપ્યો છે. જેમાં જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. સિંઘે સરકારની તરફેણમા આખરી ચુકાદો આપી ઠરાવેલ છે કે, વાદીની જમીન અનઅધિકૃત રીતે જાળવી રાખવા બદલ વળતરની વ્યાજ સહીતની રકમ ૩ કરોડ નહી પરંતુ ફકત ૮૯ લાખ થાય છે.આ કેસની હકિકત મુજબ, રાજકોટના ગોકળદાસ અમરશીભાઈએ વર્ષ-૧૯૨૦માં જામનગર જિલ્લાના ૫-ગામોની જમીનો રૂા.૫,૦૦૦ની લોન પેટે જામીનગીરી કરી આપી હતી. તેના ૮ વર્ષ બાદ તેઓએ આ લોનની ભરપાઈ કરી આપતા લોન આપનાર પાસેથી l જમીનો પરત માગી હતી. આ જમીનો જે તે વખતે સૌરાષ્ટ્ર રાજય હસ્તગત કરી હતી. તેથી વાદી ગોકળદાસે પોતાની આ જમીનો સૌરાષ્ટ્ર રાજ્ય પાસેથી પરત માગેલ, પરંતુ વહીવટી પ્રક્રિયાઓમાં લાંબા સમયના કારણે ૧૯૫૫ સુધી આ જમીનો ગોકળદાસને પરત મળેલ ન હતી. વર્ષ-૧૯૫૫માં સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ એકટ આવતા વાદી ગોકળદાસનો આ જમીનો ઉપરનો માલીકી હકક જતો રહ્યો હતો. બાદ ગોકળદાસે ૧૯૬૨માં દાવો કરી સરકાર સામે દાદ માગેલ કે તેઓનો માલિકી હકક કાયદાકીય જોગવાઈઓથી જતો રહેલ ત્યાં સુધી તેઓ જમીનનો ખેતી માટે ઉપયોગ કરી શકેલ નથી. તેઓને પાકની નુકશાની વેઠવી પડેલ છે. તેથી તેઓને વળતર મળવુ જોઈએ. આ કેસમાં સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રિકટ કોર્ટે વાદીનો આ દાવો સમય મર્યાદા બહાર રજુ થયેલ હોવાના કારણે રદ કરેલ હતો. જે સામે ગુજરાત હાઈકોર્ટે સેકન્ડ અપીલમાં આ દાવો મંજુર કરી કોર્ટ કમિશ્નર મારફત નુકશાનીની રકમ આકારવા ચુકાદો આપેલ હતો. કોર્ટ કમિશ્નરના અહેવાલ મુજબ રાજ્ય સરકારે વાદીને ૭૩ લાખ રૂપિયા ૧૯૬૨થી ૬ %ના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ, જે હુકમ મુજબ રાજય સરકારે વાદીને રૂા. ૩ કરોડ જેવી માતબર રકમ ચુકવવાની થતી હતી. આ અહેવાલમાં કોર્ટ કમિશ્નરે જામનગર જિલ્લાના કુલ ૫ ગામોની જમીન ૧૪,૮૬૪ વીઘા હોવાની ગણતરી કરેલ હતી. આ ચુકાદા સામે રાજય સરકારે વર્ષ-૨૦૦૯માં ડિસ્ટ્રિક્ટ કોર્ટમા અપીલ કરેલ હતી.
આ અપીલની આખરી સુનવણી વખતે સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી કે, વાદીએ પોતાના દાવામાં જે જમીનો અંગે વળતર માગેલ છે, તે જમીનો ૧૪,૮૬૪ વિધા નહી પરંતુ ૨૯૦૦ વીઘા જ થાય છે. તમામ રજુઆતોના અંતે જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વાદીની કુલ જમીન ફકત ૨૯૦૦ વીઘા ગણી પ્રતિ વીઘાની ઉપજ ૧૨ મણ અને તેની કિંમત રૂા. ૩ થી ઓછી ગણી ૩ કરોડના કોર્ટ કમિશ્નરના અહેવાલને ઘટાડીને ડિસ્ટ્રિક્ટ કોર્ટે આખરી એવોર્ડ રૂા. ૮૯ લાખનો કરી આપેલ છે. આ કેસમાં સરકાર વતી એ.જી.પી. કમલેશભાઈ ડોડીયા અને જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરાએ સહયોગમાં કામગીરી કરી હતી.