Rajkot,તા.17
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શરીર સબંધી ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓ ,માથાભારે , કોર્ટ માંથી બીનજામીનલાયક વોરંટો તથા કોર્ટ માંથી સજા પડેલ હોય તેવા આરોપીઓ મળી ન આવતા હોય જેઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સુચનાને પગલે માલવિયા નગર પોલીસ મથકના પો.ઈન્સ. જે.આર.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. એમ.જે.ધાંધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ.મનીષભાઇ સોઢીયા તથા ચીત્રકેતુસિંહ ઝાલા નાઓને તેઓના હ્યુમનસોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી ચોક્કસ હકીકત મળેલી કે, માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.૧૭/૦૧/૨૦૨૫ ના અપરહરણ, બળાત્કાર તથા પોક્સો ગુન્હો રજીસ્ટર થયેલો હોય જે ગુન્હાના કામે નાસતો ફરતો બાળ કીશોર ખાતે આવેલો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીને ઝડપી લઇ ધોરણ સની કાર્યવાહી હાથ ધરી છે