આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીએ એક માસમાં 85 લાખ તિરુપતિ ફોરજી લિમિટેડને ચૂકવવા હુકમ
Rajkot,તા.17
આશિષ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીમાં મુકેલી ફિક્સ ડિપોઝિટ પાકતી મુદતે રકમ ચૂકવવા આપેલા ચાર ચેક પરત ફરવાના ગુનામાં આશિષ ક્રેડિટ કોપરેટીવ સોસાયટીના સંચાલક પ્રદીપ ડવેરાને તકસીરવાન ઠેરવી ચારેય કેસમાં એક એક વર્ષની સજા અને ચેક મુજબ ૮૫ લાખનું વળતર એક માસમાં ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને તિરુપતિ ફોર્જ લિમિટેડના ડાયરેક્ટર હિતેશભાઈ ઠુંમર દ્વારા ભવિષ્યમાં ધંધાના ઉપયોગના શુભ હેતુ સાથે આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં અલગ અલગ ચાર ખાતા ઓપન કરાવી ફુલ 85 લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. બાદ ફિક્સ ડિપોઝિટ ની મુદત પૂર્ણ થતા તિરુપતિ ફોર્જ લિમિટેડના ડાયરેક્ટર હિતેશભાઈ ઠુમરે આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રદીપ ડાવેરા નો સંપર્ક કરતાં જણાવેલું કે લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખી મુદ્દલ રકમ 85 લાખ આપવા જણાવેલું અને કાયદેસર વ્યાજ પેટે બાકી લેણી નીકળતી 7.22 લાખ ત્રણ મહિના બાદ પરત આપવા જણાવ્યું હતું બાદ 85 લાખની ફિક્સ ડિપોઝિટ ની રકમ ચૂકવવા ચાર અલગ અલગ ચેક આપ્યા હતા તે ચારેય ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ પ્રદીપ ડાવેરાને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે આશિષ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીના સંચાલક પ્રદીપ ડાવેરા વિરોધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આશીષ કેડીટ કો.-ઓપ. સોસાયટીના સંચાલક પ્રદીપ ડાવેરાને સમન્સ બજી જતા કોર્ટમાં હાજર થયેલા, ફરીયાદીના એડવોકેટની દલીલમા આશીષ ક્રેડીટ કો.-ઓપ. સોસાયટીના સંચાલક પ્રદીપ ડાવેરા સામે બાકી નિકળતું લેણું કાયદેસરનું હોય કોર્ટ સમક્ષ ફરીયાદીના વકીલ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ હતી.તિરૂપતી ફોર્જ લી. ના ડાયરેક્ટર હિતેશભાઈ ઠુમ્મરના વકીલની દલીલો , સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ ફરીયાદીની તરફેણમાં માન્ય રાખી તિરૂપતી ફોર્જ લી. ના ડાયરેક્ટર હિતેશભાઈ ઠુમ્મર પોતાનો કેસ સાબીત કરવામાં સફળ થયેલ છે તેવું કોર્ટ દ્વારા માન્ય રાખી આશીષ ક્રેડીટ કો.-ઓપ. સોસાયટીના સંચાલક પ્રદીપ ડાવેરાને દોષીત ઠરાવી ચાર કેસમાં એક-એક વર્ષની સજા અને વળતર પેટે ચેકની કુલ રકમ રૂા. 85 લાખ એક મહીનામાં ચૂકવી આપવા અધિક જ્યુડીશ્યલ મેજી. ફર્સ્ટ ક્લાસ એન. ડી. જોષીપુરા દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ હતો. ફરીયાદી તિરૂપતી ફોર્જ લી. ના ડાયરેક્ટર હિતેશભાઈ ઠુમ્મર વતી રાજકોટના ધારાશાસ્ત્રીશ્રી અંકુરભાઈ સી. વ્યાસ, તુષારભાઈ ચૌહાણ, જયદેવભાઈ પરમાર, વૈશાલીબેન આગેજા અને હરેન્દ્રસિંહ ઝાલા, માનસીબા જાડેજા તેમજ સહાયક તરીકે રાધીકા વ્યાસ, રેનીષા વઘાસીયા, અર્જુનસિંહ ચાવડા તેમજ ભાર્ગવભાઈ ગોધાણી રોકાયેલા હતા.