Rajkot,તા.17
ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં આવેલ માધાપર ચોકડી પાસે નવા બનતા બિલ્ડીંગ ના પાંચમા માળેથી પટકાયેલા શ્રમજીવી યુવકનું ઘટના સ્થળે પ્રાણ પકડેલું ઉડી ગયું હતું.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે વેરી ગુડ બિલ્ડીંગ ની બાજુમાં નવા બની રહેલા બિલ્ડીંગમા કામ કરતા વિવેકભાઈ દિલીપભાઈ રાઘવાણી ૨૫ તારીખ ૧૫/૫ ના રોજ સવારે ૧૦ ના સુમારે પાંચમા માળે ચડતો હતો ત્યારે અકસ્માત લિફ્ટના ગાળામાં પડી જતા ના બેભાન થઈ ગયો હતો તાત્કાલિક બોલાવેલ ૧૦૮ ની ટીમે વિવેક રાઘવાણી ને તપાસ તા તેનું મોત નીપજી ચૂક્યું હોવાનું જણાવ્યું હતું, આ બનાવ અંગે પીએસઆઇ ટીડી જાડેજાએ તપાસ હાથ ધરી છે.