America,તા.17
વૈશ્વિક રાજકારણ હોય કે ઘરઆંગણાના મુદ્દા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર એવા એલફેલ વિધાનો કરતા રહે છે કે એનાથી વિવાદ સર્જાઈ જાય છે. તાજેતરમાં તેમણે અમેરિકન પોપ સ્ટાર Taylor Swift માટે ‘એ હવે “હોટ” નથી રહી’ એવું લખીને લોકોની ટીકા વહોરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે લખ્યું હતું કે, ‘શું કોઈએ એ વાત પર ધ્યાન આપ્યું છે કે, જ્યારથી મેં “હું Taylor Swiftને નફરત કરું છું” એવું કહ્યું ત્યારથી તે “હોટ” રહી નથી?’ આ મુદ્દે સોશિયલ મીડિયા વપરાશકારોએ ટ્રમ્પની ટીકા કરવા માંડી છે. કરોડો દિલોની રાણી એવી Taylor Swift તાજેતરમાં જુદા કારણોસર ચર્ચામાં આવી છે.
ટ્રમ્પની પોસ્ટના વિરોધમાં લોકો લખી રહ્યા છે કે, ‘35 વર્ષની Taylor Swiftએ અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રતિસ્પર્ધી કમલા હેરિસને સમર્થન આપ્યું હોવાથી 78 વર્ષના ટ્રમ્પ પોતાનો બળાપો આ રીતે ઠાલવી રહ્યા છે.’
એક વપરાશકારે લખ્યું હતું કે, ‘Taylor Swiftએ વર્ષો પહેલાં ટ્રમ્પની ટીકા કરી હતી, ત્યારથી એ માણસના મનમાં ખૂન્નસ છે. ટ્રમ્પ એક નબળો માણસ છે જે એ હકીકત સહન નથી કરી શકતો કે વિશ્વની સૌથી પ્રખ્યાત મહિલા તેને પસંદ નથી કરતી.’
બીજાએ લખ્યું હતું કે, ‘આ રાષ્ટ્રપતિપદને છાજે એવું વર્તન નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ટ્રમ્પ Taylor Swift બાબતે આટલી નીચી હદે ઉતરી જશે.’
તાજેતરમાં અમેરિકામાં મેસેચ્યુસેટ્સ રાજ્યમાં પાંચ, કનેક્ટિકટમાં પાંચ અને હવે ર્હોડ આઈલેન્ડમાં એક પછી એક કરીને ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જેને લીધે આ કોઈ સિરિયલ કિલરનું કામ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
વિસ્તારની દૃષ્ટિએ અમેરિકાના સૌથી નાના રાજ્ય ‘ર્હોડ આઈલેન્ડ’ (Rhode Island)માં Taylor Swiftનું ભવ્ય ઘર આવેલું છે. તાજેતરમાં એના ઘર પાસેથી માનવ અવશેષો મળી આવતાં Taylor Swift સમાચારોમાં ઝળકી છે. દરિયાના પાણીમાં વહીને એક માનવ પગ Taylor Swiftના ઘર નજીક આવી ગયો હતો. આ સમાચાર માધ્યમોમાં ચગ્યા બાદ ટ્રમ્પે Taylor Swift વિશે પેલી અઘટિત પોસ્ટ કરી હતી.