Surendranagar,તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના થાનના ખાખરાવાળી ગામમાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમને જોઇ જોઈ તમામ ભૂમાફિયાઓ નાસી છુટયા હતો. તંત્રની ટીમે સ્થળ પરથી ડમ્પર, ચરખી, ટ્રેકટર, કંમ્પ્રેશર, ડીટોનેટર, સેફટી ફયુસ સહિત અંદાજે રૃા.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
થાન તાલુકાના ખાખરાવાળી ગામમાં આવેલી પ્રાથમિક શાળાથી અંદાજે પાંચ કિલોમીટરના અંતરે આવેલી જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ થાન મામલતદારની સંયુક્ત ટીમે રેઈડ કરી હતી. તંત્રની ટીમને જોઈ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ નાસી છુટયા હતા.
તંત્રની ટીમે સ્થળ તપાસ કરતા જમીનમાંથી કુલ ત્રણ કૂવાઓ પૈકી એક કૂુવા પર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું તેમજ સ્થળ પરથી ૧-ડમ્પર, ૩૫ ટન કાર્બોસેલ, ૧-ટ્રેકટર, ૧-કંમ્પ્રેશર, ૧૦૦-નંગ ડીટોનેટર, ૧૦૦ મીટર પાઈપ, ૧-ચરખી, ૨-બકેટ, ૬૦ મીટર સેફટી ફ્યુુસ સહિત અંદાજે રૃા.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાન મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો.