રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક પડકારોમાં ઘટાડો થવાના કારણે સકારાત્મક સંકેતો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથે ટ્રેડ ડીલ મુદ્દે નિવેદન તેમજ ભારતે અમેરિકા સમક્ષ ઝીરો ટેરિફ ડીલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરતા તેમજ ભારતની મજબૂત આર્થિક વૃદ્વિના અંદાજો વચ્ચે રિટેલ તેમજ જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડો સહિતના સકારાત્મક પરિબળોના કારણે ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો મળ્યો હતો.
લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી ભારતીય શેરબજારમાં મોટાપાયે ખરીદદાર બન્યા સાથે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ૧૩ માસના તળિયે તેમજ રિટેલ ફુગાવો તેમજ છ વર્ષના તળિયે નોંધાતાં જીડીપી ગ્રોથમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ વધતા તેમજ આરબીઆઈ દ્વારા પણ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાઓ વધી હોવાના કારણે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો, જો એક સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ચીન તથા અમેરિકા બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે.
ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું.
અમેરિકા તથા ચીન દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં ૯૦ દિવસ માટે કરાયેલા ઘટાડાથી ભારત માટે તકો અને પડકારો બંને જોવા મળવાની સંભાવના હોવાનું નિકાસકારો માની રહ્યા છે. વૈશ્વિક વેપારમાં સ્થિરતા માટે આવા ઘટનાક્રમો હકારાત્મક બની રહે છે ત્યારે, ભારત માટે તે પડકારો અને તકો બંને લાવી શકે છે, એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું હતું. ટેરિફમાં ઘટાડાથી અમેરિકા-ચીન વચ્ચે ઊંચા મૂલ્યના માલસામાન જેમ કે ઈલેકટ્રોનિક, મશિનરી તથા કેમકિલ્સમાં દ્વીપક્ષી વેપારમાં વધારો થવા સંભવ છે.
આને કારણે ભારતના નિકાસકારો માટે દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા મથકોમાં સ્પર્ધામાં વધારો થશે જ્યાં ભારતના નિકાસકારોને તાજેતરમાં તક ઊભી થઈ હતી. અમેરિકા-ચીન વચ્ચે વેપાર તાણને કારણે ભારતના માલસામાન સ્પર્ધાત્મક ભાવે નિકાસ કરવા તક ઊભી થઈ હતી. જો કે અમેરિકા – ચીન વેપાર તાણથી પ્રમાણમાં રહી શકેલા ક્ષેત્રો જેમ કે ફાર્મા, જ્વેલરી, એન્જીનિયરીંગ માલસામાન, આઈટીમાં નિકાસને મજબૂત બનાવવા ભારતને તક ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી તેમજ ૧૫ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૮૧૧૧.૪૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી તેમજ ૧૫ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૪૯૫૧.૫૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ અને ટેરિફ મામલે અમેરિકાની અનિશ્ચિતતા છતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારોમાં પાછલા દિવસોમાં શેરોમાં સતત ૧૬ દિવસથી ખરીદદાર બન્યા બાદ ફોરેન ફંડોની ખરીદી અટકીને હવે નેટ વેચવાલ બનવા માંડયા છે. ૧૫, એપ્રિલથી ભારતીય શેરોમાં એફપીઆઈઝએ સતત ૧૬ ટ્રેડિંગ સત્રમાં ૬ અબજ ડોલરથી વધુ રોકાણ-ખરીદી કર્યા બાદ ૯, મે ૨૦૨૫ના વેચવાલ બન્યા બાદ ૧૩, એપ્રિલના પણ શેરોમાં રૂ.૪૭૭ કરોડ જેટલી વેચવાલી કરી છે.
જ્યારે બીજી તરફ ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી મોટાપાયે ખરીદદાર બનતા જોવાયા છે. એફપીઆઈઝ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦ દિવસ માટે ટેરિફનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યા ત્યારથી સતત શેરોમાં ખરીદદાર બન્યા હતા. જો કે કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન એકંદર નિરૂત્સાહી રહેતા ફોરેન ફંડોની વેચવાલી જોવા મળી હતી. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)ભારતી એરટેલ (૧૮૨૦) : ટેલિકોમ સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૭૮૭ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૭૭૩ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૮૩૪ થી રૂા.૧૮૪૭ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૮૬૦ ઉપર તેજી તરફ ધ્યાન…!!
(ર)વેદાંતા લિમિટેડ (૪૪૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૪૨૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૪૧૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૪૫૬ થી રૂા.૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવન છે…!!
(૩)જિંદાલ સ્ટીલ (૯૭૯) : રૂા.૯૪૪ નો પ્રથમ તેમજ રૂા. ૯૨૯ બીજા સપોર્ટથી આર્યન એન્ડ સ્ટીલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૯૯૭ થી રૂા.૧૦૧૩ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!
(૪)લુપિન લિમિટેઠ (૨૦૭૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ ફાર્મા સેકટર નો આ સ્ટોક રૂા.૨૧૩૩ આસપાસ વેચવાલી થકી રૂા.૨૦૩૩ થી રૂા.૨૦૧૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૨૧૩૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!
(પ) HDFC (૧૯૪૦) : રૂા.૧૯૭૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૯૮૦ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૯૦૯ થી રૂા.૧૮૮૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬)ઇન્ફોસીસ લિમિટેડ (૧૯૫૧) : કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૬૨૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૫૭૩ થી રૂા.૧૫૫૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)રેલ વિકાસ નિગમ (૩૮૦) : A/T+1ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૫૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૯૩ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)ઓરિયન્ટ ટેકનોલોજી (૩૪૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૨૮ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૬૩ થી રૂા.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૩૫૦) : રૂા.૩૩૪ નો પ્રથમ તેમજ રૂા.૩૧૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૬૭ થી રૂા.૩૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)વેલિયન્ટ ઓર્ગેનિકસ (૩૩૦) : સ્પેશિયાલ્ટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૩૪૮ થી રૂા.૩૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)આરબીએલ બેન્ક (૧૯૭) : રૂા.૧૮૬નો પ્રથમ તેમજ રૂા.૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૧૪ થી રૂા.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)ટુરીઝમ ફાઇનાન્સ કોર્પોરેશન (૧૯૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૧૩ થી રૂા.૨૨૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)નોસિલ લિમિટેડ (૧૮૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૬૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૯૪ થી રૂા.૨૦૨ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ (૧૮૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ ગેસ ટ્રાન્સમિશન સેકટરનો આ સ્ટોક રૂા.૧૬૭ આસપાસ રોકાણકારે રૂા.૧૯૩ થી રૂા.૨૦૨ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૬૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) SJVN લિમિટેડ (૯૨) : પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૯ થી રૂા.૧૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૬ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૯૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફર્ટિલાઇઝર્સ સેકટરના આ સ્ટોકને રૂા.૮૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૭ થી રૂા.૧૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)NHPC લિમિટેડ (૮૩) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૮ નો પ્રથમ તેમજ રૂા.૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૯ થી રૂા.૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) )IDBI બેન્ક (૮૦) : રૂા.૭૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૮૬ થી રૂા.૯૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
એપ્રિલ માસમાં જથ્થાબંધ ફુગાવો ૦.૮૫% સાથે ૧૩ માસની નીચી સપાટીએ…!!
રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે નોંધાયા બાદ જથ્થાબંધ ફુગાવો પણ ૧૩માસના તળિયે પહોંચ્યો છે. પેટ્રોલ-ડીઝલ, વીજળી અને કાચા માલની કિંમતોમાં નોંધનીય ઘટાડાના કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ૦.૮૫% નોંધાયો છે. જે માર્ચમાં ૨.૦૫% હતો. જે ગત વર્ષે એપ્રિલમાં ૧.૩૪% હતો. જે અગાઉ માર્ચ,૨૦૨૪માં ૦.૨૦% હતો. જથ્થાબંધ ફુગાવામાં ઘટાડા પાછળનું મુખ્ય પરિબળ ઈંધણ અને કાચા માલની કિંમતોમાં ઘટાડો છો. જો કે,મેન્યુફેક્ચરિંગ સંબંધિત ચીજોના ભાવમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી એપ્રિલમાં ઘટી ૩.૧૬% સાથે છ વર્ષના તળિયે નોંધાઈ છે. સતત ત્રીજા મહિને રિટેલ મોંઘવારી આરબીઆઈના લક્ષ્યાંક ૪%ના દરની અંદર નોંધાઈ છે. માર્ચ,૨૦૨૫ની તુલનાએ એપ્રિલ,૨૦૨૫માં રિટેલ મોંઘવારી ૧૮બેઝિસ પોઈન્ટ ઘટી જુલાઈ, ૨૦૧૯ના સૌથી નીચા તળિયે પહોંચી છે. ઓલ ઈન્ડિયા કન્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ એપ્રિલ,૨૦૨૫માં ૧.૭૮% નોંધાયો છે. ગ્રામીણની ૧.૮૫%ની તુલનાએ શહેરોમાં ૧.૬૪% સાથે ખાદ્ય ચીજોનો રિટેલ ફુગાવો નીચો રહ્યો હતો.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ ૨૦૨૫ની મોનેટરી પોલિસી બેઠકમાં અંદાજ મૂક્યો હતો કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં જો ચોમાસુ સામાન્ય રહ્યું તો રિટેલ ફુગાવો ૪% આસપાસ રહી શકે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ફુગાવો ૩.૬% રહેવાની ધારણા છે,જે અગાઉના ૪.૫%ના અંદાજ કરતા ઘણો ઓછો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધી ૩.૯% થવાનો અંદાજ છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ૩.૮% નોંધાશે. જ્યારે માર્ચ-૨૬ ત્રિમાસિકમાં ૪.૪% રહેવાનો અંદાજ છે.
મ્યુચ્યુઅલ ફંડોના ચોખ્ખા રોકાણ પ્રવાહમાં ૩.૨% નો ઘટાડો…!!
મ્યુચ્યુઅલ ફંડોમાં એપ્રિલ ૨૦૨૫ મહિનામાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ૩.૨% ઘટીને રૂ.૨૪,૨૬૯.૨૬ કરોડ નોંધાયો છે. જો કે આ રોકાણ પ્રવાહ માર્ચ ૨૦૨૧થી સતત ૫૦માં મહિને પોઝિટીવ નોંધાયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. આ સાથે ઈક્વિટી ફંડોની એયુએમ એપ્રિલમાં ૩.૮૧% વધીને રૂ.૩૦.૫૮ લાખ કરોડ પહોંચી છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમમાં ૬.૪૭%નો વધારો થયો છે.માર્ચ મહિનામાં બજારની મજબૂત રિકવરી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણમાં સાવચેતીએ નજીવો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં બીએસઈ સેન્સેક્સ ૩.૬૫% વધ્યો છે,જ્યારે એનએસઈનો નિફટી ૫૦ ઈન્ડેક્સ ૩.૪૬% વધ્યો છે. આ દરમિયાન સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી માસિક રોકાણ પ્રવાહ ૨.૭૨ ટકા વધીને એપ્રિલમાં રૂ.૨૬,૬૩૨ કરોડની નવી સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યો છે. સતત ચોથા મહિને એપ્રિલમાં નેટ ઈક્વિટી રોકાણ પ્રવાહમાં ઘટાડો થતાં આ રોકાણ પ્રવાહ છેલ્લા ૧૨ મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે. ફિસ્ક્ડ ઈન્કમ સેગ્મેન્ટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ગત મહિને રૂ.૨.૧૯ લાખ કરોડ નોંધાયો છે. ડેટ ફંડો, શોર્ટ ટર્મ લિક્વિડ ફંડોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૧.૧૯ લાખ કરોડ નોંધાયો છે,જે માર્ચમાં રૂ.૧.૩૩ લાખ કરોડ નોંધાયો હતો. આ ઉપરાંત મની માર્કેટ ફંડમાં નેટ રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૩૧,૫૦૭.૦૪ કરોડ નોંધાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી ભારતીય ફાર્મા ઉદ્યોગને નુકસાન થવાની ધારણા…!!
અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવ અન્ય દેશોની સમકક્ષ બનાવવાના આદેશ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવાથી ભારત પર બે બાજુથી અસર થવાની ધારણા છે. પ્રથમ,બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત સહિત અન્ય બજારોમાં દવાઓના ભાવમાં વધારો કરશે અને તેની અસર ભારતીય દર્દીઓ પર પડશે. બીજું, ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસકારોને મધ્યમ ગાળામાં યુએસમાં ભાવ દબાણનો સામનો કરવો પડશે. ભારતીય કંપનીઓએ અમેરિકામાં ૧૦ બિલિયન ડોલરની દવાઓની નિકાસ કરી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓની કિંમત ઘટાડવાનો છે અને અમેરિકામાં તાત્કાલિક અસરથી પ્રિસ્ક્રિપ્શન દવાઓની કિંમતમાં ૩૦થી ૮૦ ટકાનો ઘટાડો કરવાનો છે. ટ્રમ્પે અન્ય દેશોની તુલનામાં અમેરિકન ગ્રાહકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે વધુ કિંમત ચૂકવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક જ કંપનીની લેબ અથવા પ્લાન્ટમાં બનેલી દવા અમેરિકામાં પાંચથી દસ ગણી મોંઘી હોય છે.
સોમવારના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ અને વાણિજ્ય સચિવને નિર્દેશ આપવામાં આવ્યો છે કે અન્ય દેશો ઇરાદાપૂર્વક ભાવવધારો ન કરે અને અમેરિકામાં અન્યાયી રીતે ભાવવધારો ન કરે. આ આદેશ વહીવટીતંત્રને દવા ઉત્પાદકોને ભાવ લક્ષ્યાંકો વિશે માહિતી પૂરી પાડવાનો નિર્દેશ આપે છે. અમેરિકા વિશ્વનો સૌથી મોટો ખરીદનાર અને પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ભંડોળ આપનાર દેશ છે. આરોગ્ય અને માનવ સેવા સચિવ એક એવી સિસ્ટમ વિકસાવશે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં દર્દીઓને વચેટિયાઓને બાયપાસ કરીને તેમના દેશમાં વેચતા ઉત્પાદકો પાસેથી સીધી દવાઓ ખરીદવા સક્ષમ બનાવશે.
ભારતમાં કોલસાની આયાતમાં ૯.૨% નો ઘટાડો નોંધાયો…!!
એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતમાં કોલસાની આયાતમાં ૯.૨%નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ ૨૨૦.૩ મિલિયન ટન કોલસાની આયાત કરવામાં આવી હતી,જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ૨૪૨.૬ મિલિયન ટન હતો. આ ઘટાડાને કારણે આશરે ૬.૯૩ બિલિયન ડોલર (રૂ.૫૩,૧૩૭.૮૨ કરોડ) મૂલ્યનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે.
કોલસાના બિન-નિયમન ક્ષેત્ર-જેમાં પાવર ક્ષેત્રનો સમાવેશ થતો નથી – ની આયાતમાં ૧૫.૩% નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે ભારત હવે કોલસાના સ્થાનિક પુરવઠાને પ્રાથમિકતા આપી રહ્યું છે અને આયાત પર નિર્ભરતા ઘટાડી રહ્યું છે.એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ૨.૮૭%નો વધારો નોંધાયો હોવા છતાં, થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા મિશ્રણ માટે કોલસાની આયાતમાં ૩૮.૮%નો મોટો ઘટાડો થયો છે. ભારત સરકાર દ્વારા વાણિજ્યિક કોલ માઇનિંગ અને મિશન કોકિંગ કોલ જેવી પહેલ દ્વારા સ્થાનિક કોલસા ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આના પરિણામે આ સમયગાળા દરમિયાન કોલસાના ઉત્પાદનમાં ૫.૪૫%નો વધારો થયો છે.
દેશની PSU બેન્કોનો એકંદર નફો વાર્ષિક ધોરણે ૨૬% વધીને રૂ.૧.૭૮ લાખ કરોડ રહ્યો…!!
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશની જાહેર ક્ષેત્રની (પીએસયુ) બેન્કોનો એકંદર નફો વાર્ષિક ધોરણે ૨૬%વધી રૂ.૧.૭૮ લાખ કરોડ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪માં જાહેર ક્ષેત્રની ૧૨ બેન્કોએ કુલ રૂ.૧.૪૧ લાખ કરોડનો નફો કર્યો હતો.નાણાં વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની બાર બેન્કોએ કરેલા રૂ.૧,૭૮,૩૬૪ કરોડના નફામાં ૪૦% હિસ્સો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નો રહેલો હોવાનું બીએસઈ પર જાહેર કરાયેલા આંકડા પરથી કહી શકાય એમ છે. એસબીઆઈએ રૂ.૭૦,૯૦૧ કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪માં કરેલા રૂ.૬૧,૦૭૭ કરોડની સરખામણીએ ૧૬% વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પંજાબ નેશનલ બેન્કના નફામાં વાર્ષિક ધોરણે ૧૦૨% વૃદ્ધિ જોવા મળી છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.