Rajkot, તા.૧૭
તા.૧૩, મેના રોજ જાહેર થયેલા સીબીએસસી ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં રાજકુમાર કોલેજ, રાજકોટના ૩૦૫ વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને શાળા તેમજ પરિવારનુ ગૌરવ વધાર્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં રૂદ્રા બાવિષીએ ૯૮.૨% મેળવીને મોખરાનુ સ્થાન મેળવ્યું છે. કોમર્સમાં પ્રિયા પરમારે ૯૭.૨% જ્યારે હ્યુમેનિટીઝ પ્રવાહમાં મરલિન ફ્રાનિસસે ૯૬.૬% મેળવી નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યુ છે. સંપૂર્ણ ગુણ પ્રાપ્તીની દિશામાં મનોવિજ્ઞાનમાં ૪ વિદ્યાર્થીઓ, હોમ સાયન્સમાં ૪ વિદ્યાર્થીઓ અને પેઈન્ટિંગ વિષયમાં ૨ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ હાંસલ કર્યા છે. ધો.૧૦ માં શાળા કક્ષાએ સુભાન અલીએ ૯૬.૩% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે સંપૂર્ણ ગુણ પ્રાપ્તિની દ્રષ્ટિએ ૨ વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની સરાહના કરતા રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ માંધાતાસિંહજી જાડેજા જણાવ્યું હતું કે, ૨૦૨૫ માં પ્રાપ્ત થયેલા સર્વોત્કૃષ્ટ પરિણામોએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની અવિરત મહેનત અને લક્ષ પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતાનુ પ્રતિબિંબ છે.