Rajkot,તા.19
ભીમ અગિયારસ આવે તે પહેલા જાણે જુગારની સીઝન ખુલી હોય તેમ ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા છે ત્યારે, ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલી યુવરાજભાઈ સુમાતભાઈ ડાંગરની વાડીમાં આવેલી ઓરડીની બહાર, જસદણના બંધાણી ગામે અને જેતપુરમાં જલારામ કારખાનાની નજીક પોલીસે જુગારના દરોડા પાડી, જુગાર રમતા ૧૬ પત્તા પ્રેમીને રૂ.૯૧ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે. રાજકોટ જિલ્લામાં દારૂ અને જૂગાર સહિતના ગુના સદંતર નાબૂદ કરવા જિલ્લા અધિક્ષક હીમકર સિંહે આપેલી સૂચનાના પગલે, ભાયાવદર પોલીસની ટીમ સક્રિય બની ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલી યુવરાજ ભાઈ સનતુંભાઇ ડાંગરની વાડીમાં આવેલી ઓરડીની બહાર જુગારનો દરોડો પાડી, જુગાર રમતા ઢાંક ગામના યુવરાજ સુમાતભાઇ ડાંગર, ઉપલેટાના મેરામણ સોમાતભાઈ સુવા, પોરબંદરના સોઢાણા ગામનો હમીર અરભમભાઈ વિસાણી, દેવભૂમિ દ્વારકાના ડાંગરવડનો માલદે રાજુભાઈ કારાવદરા, જામનગરનો રઘુ ઉર્ફે રઘુ રાયદેભાઈ ટોયતા,બજાણા ગામનો વલ્લભ નારાયણભાઈ વામરોટીયા અને રાજકોટમાં હંસરાજ નગરમાં રહેતી નફીસાબેન ઉર્ફે ખુશી સલીમભાઈ માણેકને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૬૪.૬૦૦ કબજે કર્યા છે. જ્યારે જેતપુર સીટી પોલીસે ભોજધારમાં આવેલા જલારામ કારખાનાની સામે જાહેરમાં જુગાર ખેલતા , જેતપુરનો જગો ઉર્ફે સિકો દેવશીભાઈ બાંભવા, ઇબ્રાહિમ ઉર્ફે ઈભુ યાર્ભાઈ બ્લોચ, પ્રજેશ ચંદુભાઈ ગૌસ્વામી અને સમીર મુમતાઝ ખાન પઠાણને ઝડપી લઇ, રૂ. ૧૧ હજારની રોકડ કબજે કરી છે. જ્યારે જુગારનો ત્રીજો દરોડો વિછીયા પોલીસે બંધાણી ગામે આવેલી વાલજીભાઈ ગોહિલ ની વાડી પાસે પાડી જુગતુ રમતા બંધાળી ગામનો રાજુ ગોપાલભાઈ ગોહિલ, હરજી પોપટભાઈ મેતાળીયા , પુના કરસનભાઈ મકવાણા , વનરાજ કલ્યાણભાઈ મકવાણા અને વાલજી સવશીભાઈ ગોહિલ નામના પતા પ્રેમીઓને વિછીયા પોલીસની ટીમે ઝડપી લઇ, રૂ. ૧૬ હજારની રોકડ કબજે કરી છે.