Rajkot,તા.19
પોપટ પરા માં સેન્ટ્રલ જેલના બે કેદીઓએ ગત મોડી રાત્રે કાચ અને ખીલી ખાઈ જતા જેલ સત્તાવાળાઓએ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા પ્રકાશ પ્રભુદાસ ઇસાણી૩૪ એ ગઈકાલે રાત્રે ૧૧/૩૦ ના સુમારે અગમ્ય કારણસર કાચ ખાઈ લીધા હતા , જ્યારે હેપ્પી રાકેશભાઈ વોરા ૨૩, એ ખીલ્લી ખાઈ જતા તાત્કાલિક જેલ સત્તાવાળાઓએ સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા બંને કેદીઓને પોલીસ જાપતા વચ્ચે સારવાર અપાઈ રહી છે અને બંનેની હાલત ભયમુક્ત જાહેર કરવામાં આવી છે કાચ અને ખીલી ખાવાનું કારણ જાણવા માટે પ્રદ્યુમન નગર પોલીસે કવાયત હાથ ધરી