તાબા-પીતળ અને કાસાના વાસણો મળી ૨૮૫૦૦ નો મુદામાલ સાથે બેલડીને ઝડપી લીધી
Junagadh, તા.20
ગીરસોમનાથ જીલ્લાના તાલાલા શહેરના પીપળવા રોડ ઉપર રીક્ષા સ્ટેશન પાસે બે શખ્સોને ચોરાઉ મુદામાલ સાથે પોલીસે ઝડપી લઈ વિસાવદર પોલીસ મથકે દાખલ થયેલા ગુનાનો ભેદ ઉકેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ તાલાલા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એન.ગઢવી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે મુળ તાલાલાનો અને હાલ રાજકોટ રહેતા અર્જુન ભાવેશ વાળા અને રાકેશ ધીરૂ સોલંકી સહિત બન્ને શખ્સો શંકાસ્પદ હાલતમાં પીપળવા રોડ પર રીક્ષા સ્ટેશન પાસે બાઈકમાં બાચકુ રાખીને ઉભા હોવાની મળેલી બાતીમના આધારે સ્ટાફે દરોડો પાડી બન્ને શખ્સો પાસે રહેલુ બાચકાની તલાસી લેતા જેમાંથી વાસણો મળી આવતા તેની પુછપરછ કરતા તેણે વિસાવદર પોલીસ મથકના ચોપડે દાખલ થયેલા ચોરીના બનાવની કબુલાત આપતા બન્નેની ધરપકડ કરી રૂા.૨૮૫૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.