Rajkot, તા.20
‘ઓપરેશન સિંદૂર’ની સફળતાને ઉજાગર કરવા રાજકોટ શહેર રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ગઈકાલે તા. ૧૮/૫ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે દરેક વોર્ડમાં ‘તિરંગા યાત્રા’નું દરેક વોર્ડમાં આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, હોદેદારોએ ભાગ લીધો હતો.
આ યાત્રા બાઈક રેલી, લાઉડ સ્પીકર સાથે દેશભક્તિના ગીતો તેમજ સેનાને બિરદાવતા પ્લેકાર્ડ અને પાકિસ્તાની દેશની સેનાની નિંદા કરતા પ્લેકાર્ડ સાથે યોજવામાં આવી હોવાનું રાષ્ટ્રીય એકતા સમિતિના શૈલેષ જાની, અનુપમ દોશી, અજય પટેલ, સુનિલ વોરા, વિરા હુંબલા સહિતના હોદેદારોની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.