Rajkot, તા.20
સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન અને દૂધની પ્રક્રિયા દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું સહકારી ધોરણે ઉત્પાદન કરી રાજકોટ ડેરી નમૂનેદાર કામગીરી કરી રહી છે. દૂધ ઉત્પાદકોની હરહંમેશ ચિંતા કરે છે. રાજકોટ ડેરી સાથે સંયોજીત દૂધ મંડળીઓના ૪૦,૦૩૬ દૂધ ઉત્પાદકોને સામાજિક સુરક્ષાના ભાગરૂપે અકસ્માત વીમા કવચ આપવામાં આવેલ છે.
આજરોજ રાજકોટ જિલ્લા બેંક તથા રાજકોટ ડેરી મુકામે નીચે મુજબની દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકના વારસદારને રૂા. ૧૦ લાલખના અકસ્માત વિમાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે.
જેમાં ૧. ભાડવા દૂધ ઉત્પાદક સહ. મંડળી લિ. મુ. ભાડવા, તા. કોટડાસાંગાણી, ૨. વિરવા મ. દૂધ ઉત્પાદક સહ. મંડળી લિ. મુ. વિરવા, તા. લોધીકા, ૩. વડોદ દૂધ ઉત્પાદક સહ. મંડળી લિ. મુ. વડોદ, તા. જસદણ અને ૪. સરધારકા દૂધ ઉત્પાદક સહ. મંડળી લિ. મુ. સરધારકા, તા. વાંકાનેરના દૂધ ઉત્પાદકોના અકસ્માતે અવસાન થતા તેના પરિવાર ઉપર આવી પડેલ આફતમાં અકસ્માત વિમા યોજના દ્વારા મદદરૂપ થવા યુવા ધારાસભ્ય અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના ચેરમેન જયેશ રાદડિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ તેના પરિવારને સાંત્વના આપી રૂા. ૧૦ લાખનો વિમાનો ચેક અર્પણ કરેલ હતો.