રાજકોટ મ્યુ. કોર્પો. તંત્ર દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો
Rajkot, તા.20
પાણી અને આરોગ્યનો સીધો સંબંધ છે. જેથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો, ટાઈફોઈડ, સામાન્ય તાવ, શરદી-ઉધરસ વિ.ના રોગોનું જોખમ વધી જાય છે. તા. ૧૨-૫- થી ૧૮-૫- દરમિયાન પાણીજન્ય રોગચાળા અન્વયે કલોરીન ટેસ્ટ ૩૯૬ કરવામાં આવ્યા હતા. જેમાં એકપણ રિપોર્ટ નેગેટીવ આવવા પામ્યો નથી.
રાજકોટ મનપા તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વિ. જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ઉપરોકત એક સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૮,૫૭૪ ઘરોમાં પોરાનાશક કામગીરી થયેલ, ફિલ્ડવર્કરો દ્વારા ૨૭૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ. ઉપરાંત ૬૧૪ પ્રિમાઈસીસનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ. જેમાં મચ્છર ઉત્પતિ સબબચ રહેણાંકમાં ૮૦ અને ૫૪ આસામીને નોટીસ આપવામાં આવી હતી.
ઉપરોકત અઠવાડિક પોઝીટીવ કેસની સંખ્યા જોઈએ તો મેલેરિયા-૧, શરદી-ઉધરસના-૬૨૦, સામાન્ય તાવના-૬૨૪, ઝાડા-ઉલ્ટીના-૨૨૯, કમળો તાવના-૫ તેમજ ટાઈફોઈડ તાવ-૧ કેસ નોંધાવા પામ્યો હોવાનું રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.