થોરાળા પોલીસે દરોડો પાડી ચાર શખ્સની ધરપકડ કરી 11,500 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.20
શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગંજીવાડા સોસાયટીમાં જાહેરમાં ધમધમતા જુગાર ધામ પર થોરાળા પોલીસે દરોડો પાડી ચાર શખ્સની ધરપકડ કરી 11,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે થોરાડા પોલીસ મથકના પી.આઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એસ મહેશ્વરી સહિત સહિત એ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગંજીવાળા સોસાયટી ગેટ સામે જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નીનામા અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નવા થોરાળાના નાજા ઘોઘા મુંધવા, જંગલેશ્વરનો જગદીશ સોમાં વાઘ, ગંજીવડાના ઉસ્માન આસમ સોલંકી અને મગન બધા સાકરીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 11 500 મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.