રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૫૯ સામે ૮૨૧૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૧૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૭૬ સામે ૨૫૦૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં અંદાજીત ૬૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા અમેરિકાના સોવરિન ડેટના આઉટલુકમાં ઘટાડો કરતાં તેમજ તેના પર દેવાનો બોજો વધવાની ભીતિ વ્યક્ત કરતા ઉપરાંત વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિએ ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે એક જ વાર વ્યાજના દરો ઘટાડવાનો સંકેત આપતા અમેરિકન, યુરોપિયન અને એશિયન શેરબજારમાં કડાકો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં કોઈ મોટો ઘટાડો ન થવાની સંભાવનાઓ સામે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને યુએસ ૧૦ વર્ષીય બોન્ડ યીલ્ડમાં પણ સુધારો થતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડા પગલે આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, યુટીલીટીઝ, સર્વિસીસ, પાવર, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૩૪ અને વધનારની સંખ્યા ૧૪૩૫ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૦.૭૩%, ઇન્ફોસિસ લિ. ૦.૦૮%, આઈટીસી લિ. ૦.૦૭% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૪.૧૦%, મારુતિ સુઝુકી ૨.૭૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૦૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૦૧%, નેસ્લે ઇન્ડિયા ૧.૯૨%, બજાજ ફાઈનાન્સ ૧.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૭૭% અને બજાજ ફિનસર્વ ૧.૬૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા જાહેર કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધી જીડીપીના ૧.૨૦% જોવા મળશે જે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫ માટે ૦.૯૦% અંદાજવામાં આવી છે. વેપાર ભાગીદાર દેશો પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલી રેસિપ્રોકલ ટેરિફને ધ્યાનમાં રાખતા ભારત ખાતેથી નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. ટેરિફ હાલમાં ૯૦ દિવસ માટે સ્થગિત કરાયા છે આમ છતાં તેને લગતા જોખમો યથાવત રહ્યા છે.
વર્તમાન વર્ષના માર્ચમાં માલસામાનની વેપાર ખાધ જે ૨૧.૫૪ અબજ ડોલર રહી હતી તે એપ્રિલમાં વધી ૨૬.૪૨ અબજ ડોલર રહી હતી, જે ૨૦ અબજ ડોલરની અપેક્ષા કરતા ઘણી વધુ છે. ૨૦૨૪ના એપ્રિલમાં વેપાર ખાધ ૧૯.૧૯ અબજ ડોલર રહી હતી. હાલમાં ચાલી રહેલી વેપાર ખલેલ વચ્ચે આયાતમાં વધારો થતાં વેપાર ખાધ વધી હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. માર્ચની સરખામણીએ એપ્રિલની આયાતમાં ૧.૪૦ અબજ ડોલરનો વધારો થયો છે જ્યારે નિકાસ ૩.૫૦ અબજ ડોલર ઘટી છે.
તા.૨૧.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૨૦.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૮૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ભારતી એરટેલ ( ૧૮૧૩ ) :- ટેલિકોમ્યુનિકેશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૬૮ ) :- રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૪ થી રૂ.૧૫૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૯ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- મહાનગર ગેસ ( ૧૩૭૫ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૯૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૬૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૧૨ થી ૧૨૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૧૯૭૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૦ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૨૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૬૩ ) :- રૂ.૧૭૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૯૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૬૩૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૯૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૫૮૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૪૨ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૨૦ થી રૂ.૧૨૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!