Ahmedabad,તા. 21
૨૦૨૦માં સમગ્ર વિશ્વને ઘેરી લેનાર કોરોના મહામારી ફરી એકવાર ભડકી ઉઠી છે. હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં કોરોનાના કેસ વધ્યા છે, તે દરમિયાન, ભારતમાં પણ કોવિડ-૧૯ ના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હાલમાં ૭ છે, ગયા અઠવાડિયે ૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ૨૦૨૦ થી ગુજરાતમાં કોવિડના ૧૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાને કારણે કુલ ૧૧૧૦૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી કરી છે.ત્યારે રાજયમાં કોરોનાના ૭ એક્ટિવ કેસ નોંધાયા છે. એમાં પણ રાજયમાં નોંધાયેલ તમામ ૭ કેસ અમદાવાદના એએમસી વિસ્તારના જ છે.જેમાં કોરોનાના નવા વેરિયન્ટના એક પણ કેસ નથી.ભારતમાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં છે. ૯૫ કેસ સાથે કેરળ મોખરે છે. તમિલનાડુ ૬૬ કેસ સાથે બીજા ક્રમે છે, મહારાષ્ટ્ર ૫૬ કેસ સાથે ત્રીજા ક્રમે છે, કર્ણાટક ૧૩ કેસ સાથે ચોથા ક્રમે છે અને પુડુચેરી ૧૦ કેસ સાથે પાંચમા ક્રમે છે. કોરોનાના કેસોમાં વધારા પાછળ ઘણા કારણો છે. રસી દ્વારા શરીરમાં બનાવેલી રોગપ્રતિકારક શક્તિમાં ધીમે ધીમે ઘટાડો, મિશ્ર હવામાન વગેરે આ માટે જવાબદાર છે.
આ પ્રકારો એલએફ.૭ અને એનબી૧.૮ છે, જે બંને જેએન.૧ પ્રકારથી આગળ છે. નોંધનીય છે કે ત્નદ્ગ.૧ પ્રકારનો ઉપયોગ તાજેતરમાં કોવિડ રસી તૈયાર કરવામાં કરવામાં આવ્યો હતો. રજાઓ પછી થાઇલેન્ડમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. નવો પ્રકાર રસી દ્વારા બનાવેલી રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરે છે.