Manavadar,તા.21
માણાવદરના જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશરૂના 59 માં જન્મદિન અને સમર્થ લોકસંત મુક્તાનંદ મહારાજના 67 જન્મદિન નિમિતે લોહાણા મહાજન વંડી ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. વિજયભાઈ મશરૂને માણાવદર નગર પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, માણાવદર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ લડાણી, માણાવદર મામલતદાર એમ. ડી. શુક્લ, લોહાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ સોમૈયા, એડવોકેટ અનિલભાઈ ગાથા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન તન્ના, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ઉરેશ રાવલ ,રાકેશ ઓઝા, વિજય પાનસોરા, કનુભાઈ જાની, મયુરભાઈ પાનસેરા
નગરસેવક વિજય જોશી ,ગો ઉપાસક મયૂર રાવલ, સુધીર ભટ્ટ, શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરના મનીષ ખખ્ખર, માણાવદરના સિંધી સમાજના અગ્રણી અશોકભાઈ જીવનાણી, માણાવદર કોલેજના પ્રતિનિધિ ડો.પ્રોફેસર રમેશભાઈ વાળા પત્રકારો જીગ્નેશ પટેલ, હિતેશ પંડ્યા, ગિરીશ પટેલ, પી.એસ રૂપારેલીયા દત્ત મંડળ જૂનાગઢના સાથીઓ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વગેરે વિજય મશરૂને પુષ્પગુચ્છ, શાલ અને ફૂલહારથી સન્માનિત કરાયા હતા. જલારામ ચેરીટેબલ ટ્રસ્ટની સેવાને બિરદાવી હતી. જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ, માણાવદર તાલુકા હેલ્થ કચેરી જય અંબે હોસ્પિટલ ચાપરડા ના ડોક્ટર્સ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. 41 બોટલ રક્તદાન થયું હતું. સ્વામિનારાયણ મુખ્ય મંદિર ગાંધી ચોકના કોઠારી મોહનપ્રકાશદાસ સ્વામી ખાસ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન બારોટ સાહેબે કર્યું હતું.