Rajkot,તા.21
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી દ્વારા કચેરીની ફાયર સીસ્ટમના આકસ્મિક તપાસણી કરતા ફાયર સેફટીના ૫૦ જેટલા સીલીન્ડર એકસપાયરી ડેઈટવાળા નિકળતા આ સીલીન્ડરને તાબડતોબ બદલવા માટે કલેકટર પ્રભવ જોશીએ આદેશ આપેલ હતા.
આ દરમિયાન કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતુ કે ફાયર સેફટીના નવા સીલીન્ડર આવ્યા બાદ કચેરીના કર્મચારીઓને આ અંગેની તાલીમ આપવા માટે ખાસ કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ફાયર સીસ્ટમ સરકારી કચેરીઓ હાઈરાઈઝ બિલ્ડીંગો, શાળા-કોલેજો-લગ્ન હોલ સહિત બહુમાળી ઈમારતો સહિતના માટે સુરક્ષાના કારણોસર ફાયર સીસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. આગની આકસ્મિક ઘટનાઓ સામે લોકોના જાન-માલના રક્ષણ માટે ફાયર સીસ્ટમ ઉપયોગી બને છે. ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડ બાદ ફાયર સીસ્ટમના મામલે સરકારનું વલણ કડક બન્યું છે ત્યારે કલેકટર પ્રભવ જોશી દ્વારા સતર્કતા દાખવી કલેકટર કચેરીના ફાયર સીસ્ટમની આકસ્મિક તપાસણી કરતા પ૦ જેટલા સીલીન્ડરો એકસપાયરી ડેઈટવાળા મળી આવતા તેને તાબડતોબ બદલવા માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ અપાયા હતા. આ અગાઉ પણ કલેકટર કચેરીના એકસપાયરી ડેઈટવાળા ફાયર સીસ્ટમના સીલીન્ડરો કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ આપી તત્કાલ બદલવામાં આવેલ હતા.