Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે
    • Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
    • Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ: Mumbai Indiansના Captain Hardik
    • Gujarat Titans આજે RCB સામે ટકરાશે: Virat અને રબાડા પર નજર રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત
    અન્ય રાજ્યો

    દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 21, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાલ આ સેવા ફક્ત શનિ અને રવિવારે જ ઉપલબ્ધ છે આગામી દિવસોમાં તે અઠવાડિયાના સાતેય દિવસો માટે શરૂ કરાશે

    Uttar Pradesh,તા.21

    ઉત્તર પ્રદેશમાં ઈકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેન દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કતર્નિયાઘાટ અને કિશનપુર એમ ત્રણ અભયારણ્યને જોડે છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ની સુવિધા શરૂ કરાઈ હોય. આ ટ્રેનમાં બેસીને પ્રવાસીઓ જંગલ સફારીનો રોમાંચક અનુભવ લઈ શકશે. હાલ આ સેવા ફક્ત શનિ અને રવિવારે જ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તે અઠવાડિયાના સાતેય દિવસો માટે શરૂ કરાશે.

    ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ‘વન ડેસ્ટિનેશન, થ્રી ફોરેસ્ટ’ યોજના હેઠળ ત્રણ અભયારણ્ય – દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કતર્નિયાઘાટ અને કિશનપુર વન્યજીવન અભયારણ્યને જોડી દેવાયા છે. વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન એ જ હેતુથી શરૂ કરાઈ છે. તેનાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે. આ ટ્રેન-સેવા હોમ સ્ટે માલિકો, રિસોર્ટ સંચાલકો અને ટ્રાવેલ એજન્ટોની ભાગીદારીથી સ્થાનિક અર્થતંત્રને સશક્ત બનાવશે. આ ટ્રેનના માધ્યમથી કુદરતી સંસાધનો અને જૈવ વૈવિધ્યના સંરક્ષણનો સંદેશ પણ ફેલાવવામાં આવશે.

    આ ટ્રેનનું નામ ‘બિચિયા ટુ મૈલાની ટુરિસ્ટ પેસેન્જર ટ્રેન’ (નં. ૫૨૨૫૯) રાખવામાં આવ્યું છે. તે બહરાઈચના બિચિયા સ્ટેશનથી સવારે ૧૧ઃ૪૫ વાગ્યે ઉપડે છે અને વિવિધ સ્ટેશનોમાંથી પસાર થઈને લખીમપુર ખેરીના મૈલાની સ્ટેશન પર સાંજે ૪ઃ૧૦ વાગ્યે પહોંચે છે. પરત ફરતી વખતની આ ટ્રેન   ‘મૈલાની ટુ બિચિયા ટુરિસ્ટ પેસેન્જર ટ્રેન’ (નં. ૫૨૨૬૦) તરીકે ઓળખાશે, જે સવારે ૬ઃ૦૫ વાગ્યે માલાણીથી ઉપડે છે અને સવારે ૧૦ઃ૩૦ વાગ્યે બિછિયા સ્ટેશન પહોંચે છે.

    વિસ્ટાડોમ કોચ એક ખાસ પ્રકારનો ટ્રેન કોચ છે, જેમાં સામાન્ય કોચમાં હોય એના કરતાં ઘણી મોટી બારી હોય છે, જેથી મુસાફરો બહારનો નજારો વધુ સારી રીતે જોઈ શકે. ઘણાં વિસ્ટાડોમ કોચમાં છતમાં પણ કાચ હોય છે. કેટલાક વિસ્ટાડોમ કોચમાં સીટ પણ ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકાય એવી હોય છે, જેનાથી મુસાફરો પોતાની સીટ ફેરવીને ઈચ્છે તે દિશામાં જોઈ શકે છે. વિસ્ટાડોમ કોચમાં મુસાફરી કરવી એ એક અદ્ભુત અનુભવ બની જાય છે. ભારતમાં ‘અમદાવાદ-કેવડિયા એક્સપ્રેસ’, ‘યશવંતપુર-મેંગલોર એક્સપ્રેસ’, ‘ગુવાહાટી-બદરપુર એક્સપ્રેસ’ જેવી અનેક ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચની સુવિધા ઉપલબ્ધ છે.

    ૧૦૭ કિલોમીટર લાંબી આ જંગલ મુસાફરીમાં પ્રવાસીઓ કુદરતી દૃશ્યો, જૈવવિવિધતા અને વન્યજીવનનો નજીકથી અનુભવ કરી શકશે. ૪ કલાક અને ૨૫ મિનિટ લાંબી આ યાત્રા કરવા માટેનો ટિકિટ દર રૂ. ૨૭૫ રૂપિયા રખાયો છે. પ્રવાસીઓને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી કતર્નિયાઘાટ સુધી લઈ જવા માટે એક પેકેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

    દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે એવામાં આ ટ્રેન શરૂ કરાતાં જંગલ સફારીના શોખીનો આ પ્રયાસને વધાવી લેશે. એવું અનુમાન છે કે, ચોમાસામાં જંગલ વધુ હરિયાળું થઈ જતું હોવાથી એની સુંદરતા વધુ ખીલી ઊઠતી હોય છે.

    તેથી ચોમાસાના ચાર મહિના દરમિયાન આ ટ્રેન પ્રવાસીઓને મોટા પાયે આકર્ષિત કરશે.

    સ્કૂલના વિદ્યાર્થીઓ આ ટ્રેનમાં બેસીને જંગલ સફારીનો આનંદ લે એ માટે વિશેષ પ્રવાસનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને ટ્રાવેલ બ્લોગર્સ માટે પણ ‘ફેમ ટૂર’નું આયોજન કરાઈ રહ્યું છે, જેથી વિસ્ટાડોમ કોચ અને આ જંગલ સફારીનું પ્રમોશન ડિજિટલ માધ્યમોમાં કરી શકાય.

    train starts Uttar Pradesh Vistadom Jungle Safari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: Cyber Cellના વિવાદમાં Highcourtની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat Portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserveમાં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Delhi High Court Video Conference `હેક’ થઈ: સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.