Morbi,તા.21
બીલીયા ગામના રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહીત ૩.૪૮ લાખનો મુદામાલ કબજે લઈને જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત મોરબીના રણછોડનગર અને સાંકડી શેરીમાં જુગાર રમતા ઇસમોને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના બીલીયા ગામે ભરતભાઈ રૂગનાથભાઈ સાણંદીયા તેન રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે બીલીયા ગામે આરોપીના મકાનમાં રેડ કરી હતી જ્યાં જુગાર રમતા ભરતભાઈ રૂગનાથભાઈ સાણંદીયા, મનસુખભાઈ હરખાભાઇ ઉર્ફે હરખજીભાઈ ભોરણીયા, પુનીત માવજીભાઈ પટેલ, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા, કૌશિક દેવજીભાઈ રામી, કપિલભાઈ પ્રહલાદભાઈ ગામી અને જયેશભાઈ વનજીભાઈ પડસુંબીયા એમ સાતને ઝડપી લઈને બે મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર અને રોકડ રૂ ૩,૩૮,૬૦૦ મળીને કુલ રૂ ૩,૪૮,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
બીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે રણછોડનગરમાં રેડ કરી હતી જ્યાં સરદારજીના બંગલા પાસે જાહેરમાં જુગાર રમતા કાનજી મગનભાઈ શ્રીમાળી, અર્જુનસિંગ જીવનસિંગ રાજપૂત, જયેશ માણેકલાલ ત્રિવેદી, સૌકત ઈસ્માઈલ સાઈચા અને વિજય નાગજી રાવ એમ પાંચને ઝડપી લઈને રૂ ૧૮,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ત્રીજી રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાંકડી શેરી પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મકબુલ બસીર બ્લોચ, રમજાન ઓસમાણ રાઉંમાં અને ઇમરાન સીદીક બ્લોચ રહે ત્રણેય મકરાણીવાસ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૫૯૦ જપ્ત કરી છે