Morbi,તા.21
મોટા ભેલાથી સરવડ જતા મેઈન રોડ પર સીએનજી રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારી હતી અને રોડ પર પડી જતા ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલકનું મોત થયું હતું
માળિયા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી બાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવડા (ઉ.વ.૬૫) સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૫૯૪૧ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ગત તા. ૧૩ ના રોજ ફરિયાદીનો દીકરો સંજય પોતાનું બાઈક જીજે ૩૬ એએમ ૬૧૫૩ લઈને મોટા ભેલાથી સરવડ મેઈન રોડ પરથી જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ટક્કર મારી રોડ પર પછાડી દઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચાડી બાઈક ચાલક સંજયનું મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે