Rajkot, તા. ૨૧
તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ કર્મવીર સન્માન સમારોહમાં ડો. વેકરિયાને ‘કર્મવીર’ એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ. આ કર્મવીર સન્માન સમારોહ રાજકોટ ખાતે વિરાણી હોલમાં-પીરામીડ પબ્લીકેશન દ્વારા આયોજન કરવામાં આવેલ. આ પહેલા હાલમાં જ નાસીક ખાતે મહારાષ્ટ્ર સુપ્રસિદ્ધ-સુશ્રુત એનોરેકટલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના એમ.ડી. ડો. જ્ઞાનેશ દ્વારા સૌરાષ્ટ્રમાં મળ માર્ગના જટીલ રોગો જેવા કે હરસ-ભગંદર-ફીશરના ૩૦ હજાર સફળ ઓપરેશન કરવા બદલ અને લાખો દર્દીઓને ઉત્તમ સફળ પરેજી અને દવા દ્વારા સારવાર આપવા બદલ શાલ ઓઢાડી સન્માનીત કરેલ અને મોમેન્ટો આપી અભિવાદન કરેલ.
આ જ રિસર્ચ સેન્ટર દ્વારા ૨૦૧૨માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ડો. વેકરિયાને આપેલ. ડો. વેકરિયાને ૨૦૧૩માં રાજ આયુકોન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હેમુ ગઢવી હોલમાં કલેકટર ડો. રાજેન્દ્રકુમાર દ્વારા ડો. વેકરિયાને ધનવંતરી એવોર્ડ એનાયત કરેલ ત્યારપછી પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેનાઝ પદ્મશ્રીના હસ્તે સૌરાષ્ટ્ર રીજીયન માટે એમીનન્સ એવોર્ડ અર્પણ થયેલ.
૨૦૧૯માં પણ ડો. વેકરિયાને માનવીય અભિગમ સાથે મળ માર્ગના જટીલ રોગોની ઉત્તમ સફળ સારવાર આપવા બદલ ‘સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોસ્ટોલોજી’નો એવોર્ડ મેળવેલ. ગયા વર્ષે જ અમદાવાદ ખાતે આયુષ મંત્રાલય ભારત સરકાર અને નેશનલ ઈન્ટીગ્રેટેડ મેડીકલ એસો. ગુજરાત દ્વારા આયુષ એકસ્પો ૨૦૨૪નો આયોજન કરેલ. એનઆઈએમએ ગુજરાત દ્વારા તેમાં શ્રેષ્ઠ ઉત્તમ સારવાર આપતા તબીબોનું એકસપર્ટ તબીબ કમીટી દ્વારા સીલેકશન કરવામાં આવેલ. તેમાં મળ માર્ગની રોગોની ઉત્તમ સારવાર આપવા બદલ ૩૦ હજાર હરસ-ભગંદર-ફીશરના સફળ ઓપરેશન કરવા બદલ આપણા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ડો. વેકરિયાને ‘આયુષ શિરોમણી એવોર્ડ’ એનાયત થયેલ.
આ ઉપરાંત અ.નિ. પ્રમુખસ્વામીના હસ્તે સન્માન પત્ર મેળવેલ તેમજ અનેક સંસ્થા એસો., કલબ દ્વારા સન્માન અને શિલ્ડ મેળવેલ છે. થોડા સમય પહેલા જ વેકરિયા વેલફેર ટ્રસ્ટના સ્નેહમિલનમાં ડો. વેકરિયાને ૩૦ હજાર સફળ ઓપરેશન કરવા બદલ અને લાખો મળ માર્ગો દર્દીઓને માનવીય અભિગમ સાથે સારવાર આપવા બદલ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરિયા, વિધાનસભાના દંડક ધારાસભ્ય કૌશિક વેકરિયા, રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને વેકરિયા પરિવારના વડીલો દ્વારા ડેસા. વેકરિયાને ‘પરિવાર રત્ન એવોર્ડ’થી સન્માનિત કરેલ. આમ ડો. વેકરિયાએ રાજકોટનું જ નહીં સૌરાષ્ટ્રનું ગૌરવ વધારેલ.