સોનાની , ચાંદીના ઘરેણાં અને મોબાઈલ સહીત રૂ. 1.07 લાખના મુદ્દામાલ કબજે
Rajkot,તા.22
શહેરના કંસારા બજારમાંથી રૂ 97 હજારના આધાર પુરાવા વગરના સોના-ચાંદીના દાગીના સાથે મૂળ લીમડીના વિક્રમ ખાખોરિયાને દબોચી લેવાયો છે. સોના-ચાંદીના દાગીના, મોબાઈલ મળી 1.07 લાખનો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસે કબજે કર્યો છે. કંસારા બજાર પાસેથી શંકાસ્પદ ઈસમને પકડી તેની પાસે રહેલ થેલીમાંથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલના આધાર પુરાવા માંગતા તેની પાસે બિલ કે કોઈપણ પ્રકારના આધાર પુરાવા કે સંતોષકારક જવાબ ન હોવાથી પોલીસે વિક્રમ રણજીતભાઈ ખોખારીયા(ઉ.વ.24 રહે. ઢાંકણીયા રોડ, બાપાસીતારામ મઢુલી, બોટાદ મૂળ રહે. શિયાણી ગામ, લીમડી, સુરેન્દ્રનગર તથા ઘોડેવાલા મંદિર પાસે, રઘુવીરનગર દિલ્હી) ની ધરપકડ કરી સોનાની નાની નાની પાંદડી નંગ-15, બે નંગ ચાંદીના સાંકડા, બે નંગ ચાંદીની હાથમાં પહેરવાની બંગડી, ચાંદીનો કમરમાં પહેરવાનો પટ્ટો અને ચાંદીનો કંદોરો મળી કુલ રૂ. 97 હજારના સોનાના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ મળી રૂપિયા 1.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આં કામગીરીમાં પીઆઈ બી વી બોરીસાગર, પીએસઆઈ એસ એમ રાણા, એએસઆઈ બી વી ગોહિલ, એમ એસ મકવાણા, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચા, કનુભાઈ બસિયા, ધારાભાઈ વાનરિયા, સાગરભાઈ માવદિયા, કોન્સ્ટેબલ યોગેશભાઈ મકવાણા, ધર્મેશભાઈ ખાંડેખા, તેજસભાઈ ડેર રોકાયા હતા.