73.520 ગ્રામ માદક પદાર્થનો જથ્થો કબ્જે કરતી એસઓજી પોલીસ
Rajkot,તા.22
રાજકોટ શહેરના ગાયકવાડી વિસ્તારમાંથી રૂ. 3.67 લાખણી કિંમતના 73.520 ગ્રામ હેરોઇન સાથે શાહરુખ વિકયાણીની એસઓજી ટીમે ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરમાં યુવાધન મને નશાના રવાડે ચડતા અટકવવા તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદી-વેચાણ કે સેવન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, સૂચનાને પગલે એસઓજીને મળેલી બાતમીના આધારે ટીમ જંક્શન પ્લોટ ગાયકવાડી શેરી નંબર-4 ના ખૂણે વોકળા પાસે અયાન મંઝિલ મકાન બહાર જાહેરમાં માદક પદાર્થ હેરોઇનના 73.520 ગ્રામનો જથ્થો જેની કિંમત રૂ.3,67,600 સાથે શાહરુખ ઉર્ફે ડોનું અમીનભાઈ વિકયાણી (ઉ.વ.30 રહે. અયાન મંઝિલ, ગાયકવાડી શેરી નંબર-4, જંક્શન પ્લોટ, રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનની શખ્સ હેરોઇન સપ્લાય કરી ગયો હતો અને શાહરૂખ અહીં સિલેકટેડ ગ્રાહકોને જ હેરોઇન વેંચતો હતો. અગાઉ બે વખત હેરોઇન રાજસ્થાનથી મંગાવ્યું હોવાની કબૂલાત આપી હતી. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, એન વી હરીયાણી, પીએસઆઈ એસ બી ઘાસુરા, એએસઆઈ વિરેન્દ્રસિંહ ઝાલા, અરુણભાઈ બાંભણીયા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, ઉપેન્દસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, હરદેવસિંહ વાળા, કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા, મોનાબેન બુસા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને નરપતસિંહ જાડેજા રોકાયા હતા.