પોલીસ કમિશ્નર કચેરીને સુત્રોચ્ચારથી ગજાવી
Rajkot,તા.22
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને વર્ષ પુરૂ થવા પર છે ત્યારે અગ્નિકાંડની ઘટનામાં પોલીસ તપાસને લઈ સવાલો ઉઠાવી પડીતોને ન્યાય આપવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરે આવેદન આપવામાં આવ્યુ હતુ. આ પૂર્વે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સીપી કચેરી ગજાવી મૂકી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશ્નરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં ૨૭ માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. અને તેમના પરિવારને આજદિન સુધી ન્યાય મળ્યો નથી તત્કાલીન સમયે અમારા દ્વારા આપને સંદર્ભે પત્રથી અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી. ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવેલ હતા. ટીઆરપી ગેમઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો. તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજદિન સુધી અમોને જવાબ મળ્યો નથી.