Rajkot,તા.22
રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળકો માટે રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રકક્ષાએ ભાગ લઈ સારૂ પરફોર્મન્સ આપે તે હેતુથી સતત ત્રીજા વર્ષે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ સમર કોચિંગ કેમ્પ ૨૦૨પ તા.૫ થી ૨૦ એમ ૧૬ દિવસ સુધી પોલીસ મુખ્ય મથક ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ અને સ્કેટીંગ રમતોમાં ૧૫૫ જેટલા રાજકોટ શહેર પોલીસ પરિવારના બાળકો અને પ્રજાજનોના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પુજા યાદવ ડી.સી.પી. ટ્રાફીક, રાજકોટ શહેર દ્વારા કરવામાં આવેલ હતુ. ત્યારબાદ ખેલાડીઓ દ્વારા સ્પોર્ટસ ડાન્સ રજૂ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે, આજના જમાનામાં નાના બાળકોથી લઈ મોટા સુધી તમામ વર્ગના લોકોને મોબાઈલના નશામાંથી બહાર લાવવા ખુબ જરૂરી છે. જેના માટે આ પ્રકારની સ્પોર્ટસ એક્ટિવીટીઝમાં ભાગ લેતા રહેવુ જોઈએ જેથી શારીરીક અને માનસિક મજબુત બને.
આ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ તેમજ ઈનામ આપવામાં આવેલ હતા. ઓમનીટેક પ્રા.લી. તેમજ અહેસાસ ટ્રસ્ટ દ્વારા ખેલાડીઓને ટીશર્ટ આપવામાં આવેલ હતા. એસીપી એમ.આઈ.પઠાણનાઓએ આભારવિધી કરવામાં આવેલ હતી. તેમજ એન્કરીંગ જગદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતુ. આ પુર્ણાહુતી કાર્યક્રમમાં બ્રજેશકુમાર ઝા-પોલીસ કમિશ્નર, મહેન્દ્ર બગડીયા, અધિક પોલીસ કમિશ્નર, પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ, પુજા યાદવ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક, જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ તેમજ તમામ એ.સી.પી.ઓ, પો.ઈન્સઓ વિગેરે હાજર રહેલ હતા.