Surendranagar, તા.૨૧
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીનું સરઘસ ન કાઢ્યું જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. જેમાં લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો સાથે જ ટ્રેન પણ રોકાવી દીધી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી. આ કેસમાં આરોપીની પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ તો કરી લીધી હતી. જોકે પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં નથી આવ્યું જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકો દ્વારા આ મામલે આજે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં વઢવાણ રાજકોટ બાયપાસ રોડ પર ચક્કાજામ કર્યો હતો. સાથે જ રેલ્વે ટ્રેક પર ઉભા રહીને સ્થાનિકો દ્વારા ટ્રેનને પણ રોકી દેવામાં આવી હતી. જેથી હાલ અહીંયા પરિસ્થિતિ છે. ધોળા દિવસે સરાજાહેર અહીંયા યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને આરોપી તો ઝડપાઈ ગયો પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં હજુ રોષનો માહોલ છે. પોલીસ દ્વારા આરોપીનું સરઘસ હજુ કાઢવામાં નથી આવ્યું જેને લઈને અહીંયા મામલો હવે ગરમાયેલો છે.
સ્થાનિકો દ્વારા એવી માગ કરવામાં આવી છે કે આરોપીનું સરઘસ કાઢવામાં આવે. પોલીસે હજુ સુધી સરઘસ નહોતું કાઢ્યું જેના કારણે લોકો રોડ પર ઉતરી આવ્યા જેના કારણે વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વઢવાણ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હાલ સ્થાનિકોમાં રોષનો માહોલ એટલી હદે ફેલાયેલો છે, કે લોકોએ રસ્તા તો જામ કર્યા સાથે જ ટ્રેન પણ રોકી દેવામાં આવી છે. જેથી એવું કહી શકાય કે અહીંયા પરિસ્થિતિ હાલ કાબૂની બહાર જતી રહી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધરાયા છે.