ટ્રાન્સપોર્ટર બંધુની માથાકૂટ મા વચ્ચે પડેલી પરણીતાને પતિએ ઠપકો આપતા જીવા દોરી ટૂંકાવી,બે બાળકોએ માતાની હુંફ ગુમાવી
Rajkot,તા.22
શહેરના કોઠારીયા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બે બાળકોએ માતાનું છત્ર ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાટણ માં રહેતા નીરૂબેન અનિલભાઈ સોરાણી 25 એ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા, આ અંગે પીએસઆઇ એ આર રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મરનાર નીરૂબેન ના પતિ અનિલભાઈ એ નાના ભાઈ સુનિલને ટ્રાન્સપોર્ટ ધંધા અને ડ્રાઇવિંગના કામ બાબતે ઠપકો આપતા નીરૂબેન બંને ભાઈઓના ઝઘડામાં વચ્ચે પડ્યા હતા, અને દિયર સુનિલ નો પક્ષ લઈ પતિને નાના ભાઈને ન વઢવા જણાવતા પતિ અનિલભાઈએ નીરૂબેન ને વચમાં ન પડવા ઠપકો આપતા મનમાં માઠુ લગાડી ગળે ફાંસો ખાઈ લીધો હતો, નીરૂબેનના અવસાનથી બે બાળકોએ માતાની હુંફ ગુમાવી છે આ અંગે પીએસઆઇ એઆર રાઠોડ એ તપાસ હાથ ધરી છે.