ભારે મઘ્યમગતિના પવન ફૂંકાતા અનેક સ્થળોઓ માર્ગ બંધ થયા તો કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ
Gandhinagar, તા.૨૨
અરબી સમુદ્રમાં કોંકણ નજીક ઉદભવેલ હવાનુ હળવુ દબાણ આગામી ૨૪ કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તન પામી આગળ ધપી વાવાઝોડાનુ સ્વરૂપ ધારણ કરી શકે તેવુ વાતાવરણ સર્જન પામી રહેલ છે. આગામી તા.૨૪ ના રોજ રાજ્યમાં મઘ્યમગતિના પવન-વિજળીના કડાકા ભડાકા સાથે અનેક સ્થળોએ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર આસપાસ મઘ્યમથી નોંધપાત્ર વરસાદ આગામી તા.૨૪ બાદ ત્રણ દિવસ સુધી ત્રાટકશે તેવુ હવામાન નિષ્ણાંતોએ આગાહી વ્યકત કરેલ છે. સંભવિત વાવાઝોડા સામે રાજ્યનુ તંત્ર સક્રિય બનેલ છે. તેમજ માર્કેટીંગ યાર્ડો ખેડૂતો ત્થા વેપારીઓને વાવાઝોડા સામે સતર્ક રહેવા જણાવાયેલ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સાંજે મઘ્યમપવન અને વિજળીના કડાકા ભડાકાઓ વચ્ચે હળવો-મઘ્યમ વરસાદ ત્રાટકતા અનેક સ્થળોએ જાહેર માર્ગો પર વૃક્ષો અને તેની ડાળીઓ તૂટી પડેલ વૃક્ષો તૂટી પડવાના કારણે અનેક સ્થળોએ કલાકો સુધી અંધારપટનું વાતાવરણ સર્જાયુ હતુ.
નૈઋત્યનું ચોમાસુ હવામાન શાસ્ત્રીઓના કથન અનુસાર તા.૧ જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરનાર છે. જે સમયસર આગળ ધપી કર્ણાટક, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં ચોમાસાનો વિધીવત પ્રવેશ મેના પ્રથમ સપ્તાહના આખરમાં અથવા બીજા સપ્તાહના પ્રારંભે થશે.
અરબી સમુદ્રમાં સર્જન પામેલ હવાનુ હળવુ દબાણ ઉત્તર પશ્ચિમ દિશા પકડી શકે અને આગળ ધપતા ડિપ્રેશનમાં બદલાયા બાદ ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત થશે. આ વાવાઝોડુ તા.૨૪ બાદ ગુજરાત નજીક પહોચશે તેવી શકયતાઓ હોવાથી રાજ્યનુ તંત્ર વાવાઝોડા સામે સક્રિય થઈ આયોજન ઘડવામાં વ્યસ્ત બનેલ છે. રાજ્યમાં આગામી તા.૨૪ થી ૨૭ દરમ્યાન ભારે પવન સાથે મઘ્યમથી નોંધપાત્ર વરસાદ ત્રાટકશે.
સંભવિત વાવાઝોડા સામે રાજ્યના તંત્ર દ્વારા બચાવ-રાહત, આરોગ્ય, હેરફેર સ્થળાંતરણ વિજળી અને પુનઃવસન અંગેની કામગીરીનુ સ્થાનિક જીલ્લા તંત્રને આયોજન ઘડી કાઢવા સંદેશાઓ પાઠવવામાં આવી રહયા છે. વાવાઝોડા અને વરસાદની સ્થિતી સંદર્ભે હવામાન વિભાગ દ્વારા યેલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલ વિસ્તારોના વાતાવરણ ઉપર તંત્રના અમલદારો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આજે સાંજે રાજ્યના અનેક વિસ્તારોમાં મઘ્યમ અને ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો તૂટી માર્ગ કે વિજળીના થાંભલાઓ પર પડતા અનેક વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ જેવા વાતાવરણનુ સર્જન થયેલ, વિજતંત્રના અધિકારીઓ દ્વારા વિજવાયરો તૂટી પડવાની ફરીયાદોનો તત્કાળ નિકાલ કરવા ખાસ મરામત ટૂકડીઓ દોડાવી કલાકોની જહેમતના અંતે વિજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયેલ હતો.
Trending
- Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
- Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?
- જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
- Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે
- Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી
- Priyanka દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી
- Ananya ની સાઈફાઈ કોમેડીને છૂમંતર ટાઈટલ અપાયું
- Love and War માં પ્રિયંકા ચોપરા આઈટમ સોંગ કરે તેવી ચર્ચા
Related Posts
Add A Comment