Rajkot, તા.23
રાજકોટ મનપાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા, વાલી અને જનસમુદાયને માહિતગાર કરવા તથા પ્રચાર પ્રસાર માટેના એક પ્રયાસરૂપે બાળકોના નામાંકનમાં વધારો કરવા માટે બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમ્યાન આંગણવાડીઓમાં થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યની ૧૭ થીમ અંતર્ગત રંગપૂરણી, રેતીકામ, છાપકામ, ટપકા જોડ, ચીટકકામ, માટીકામ, મણકા પરોવણી, ફિંગર પ્રિન્ટ, ચિત્ર દોરવું, બોટલમાં રેતી ભરવી, આકાર પૂર્ણ કરવા વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓ વાલીઓ અને બાળકોએ સંયુકત રીતે આંગણવાડી કેન્દ્રો પર કરેલ. ૩ વર્ષથી ૬ વર્ષના બાળકો અને વાલીઓ અને ૨ વર્ષથી ૩ વર્ષના બાળકો, વાલીઓ એમ બે તબક્કામાં તા.૨૦ અને તા.૨૧ ના રોજ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રો પર આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના જન્મદિવસની ઉજવણી અને ૬ માસ પૂર્ણ થતા બાળકને ઉપરી આહાર આપી અન્નપ્રાસશન કરાવવામાં આવેલ.