રોલેક્ષ રિંગ્સ લિ.ના એમ.ડી.માદેકાના હસ્તે લોકાર્પણ કરાયુ
Rajkot, તા.23
રાજકોટ મનપા દ્વારા સૌપ્રથમ રોલેક્ષરિંગ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી વોર્ડ નં.૨ માં અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નં.૬૮ બનાવવામાં આવેલ. જેનુ લોકાર્પણ આજ તા.૨૨ ના રોજ રોલેક્ષ રિંગ્સ લિ.ના એમ.ડી.મનેશ માદેકાના હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને મેયર નયના પેઢડીયા ઉપસ્થિત રહેલ હતા.
સ્માર્ટ આંગણવાડી બનાવા માટે રાજકોટ સ્થિત રોલેક્ષ રીંગ્સ લિમિટેડ કંપની દ્વારા માતબર રકમનો આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવેલ છે. જેના સહયોગથી વોર્ડ નં.૨ માં અમરજીતનગરમાં અદ્યતન સુવિધાઓ સાથેની આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલ. આ આંગણવાડી ૭૩૫ ચોરસ ફૂટ બાંધકામમાં બાળકોને બેસવા માટેનો હોલ, રસોડું, સ્ટોર રૂમ, વોશિંગ એરીયા, શૌચાલય, ૪૮૦ ચોરસ ફૂટ કમ્પાઉન્ડ હોલની સુવિધા સાથે બાળકોને આકર્ષિત કરે તેવા બેલાની ગાઈડલાઈન મુજબ ભિતચિત્રો, સ્માર્ટ ટીવી, ફર્નિચર, પંખા, લાઈટ, પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ, રમકડા અને પોષણ વાટિકા જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે.
આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયના પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડે.મેયર નરેન્દ્રસિંહ બાળવિકાસ યોજના અધિકારી પૂજાબેન જોષી તથા આઈસીડીએસ વિભાગનો સ્ટાફ હાજર રહેલ.